+

જુગાર રમવાના શોખીન મિત્રોને જુગાર રમવા લઈ જવાનું કહી બંદૂકની અણીએ 30 લાખ પડાવ્યા

રાજકોટ શહેરના મવડી ચોક પાસે આવેલા ઉદયનગરમાં રહેતા મૂળ જામનગરના ભાવેશભાઇ ધીરજભાઇ પાંભર (ઉ.વ.32) ને તેના જ મિત્ર મયુરએ જુગાર રમવા જવાનું કહી જેતપુર નજીક લઇ જઇ અન્ય બે લોકો સાથે મળી બંદૂક બતાવી 30.50 લાખ પડાવી લીધા હતા. જે બાદ હેમખેમ પરત આવી ભાવેશ પટેલ એ ક્રાઇમ બ્રાન્ચમાં મયુર ફળદુ, હરદીપ વાળા અને મહિપાલ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મિત્ર સાથએ જુગાર રમવા ગયા હà
રાજકોટ શહેરના મવડી ચોક પાસે આવેલા ઉદયનગરમાં રહેતા મૂળ જામનગરના ભાવેશભાઇ ધીરજભાઇ પાંભર (ઉ.વ.32) ને તેના જ મિત્ર મયુરએ જુગાર રમવા જવાનું કહી જેતપુર નજીક લઇ જઇ અન્ય બે લોકો સાથે મળી બંદૂક બતાવી 30.50 લાખ પડાવી લીધા હતા. જે બાદ હેમખેમ પરત આવી ભાવેશ પટેલ એ ક્રાઇમ બ્રાન્ચમાં મયુર ફળદુ, હરદીપ વાળા અને મહિપાલ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 
મિત્ર સાથએ જુગાર રમવા ગયા હતા
ભાવેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ખેડુતો પાસેથી ખેતીનો માલ ખરીદ કરી વેપારી તેમજ યાર્ડમાં તે માલ વેંચવાનો વેપાર કરી મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ. આશરે બારેક વર્ષ પહેલા રાજકોટમાં કોલેજ કરવા માટે આવ્યો હતો ત્યારે મારો મિત્ર પંચાયતનગર ચોકમાં મયુરભાઇ ફળદુના મકાનમાં ભાડે રહેતો હતો. જેથી હું પણ તે મકાનમાં તેની સાથે ભાડુઆત તરીકે રહેતો હતો અને હું ત્યારે એકાદ વર્ષ સુધી આ મકાનમાં ભાડે રહેલ હતો. બાદમાં સાતેક વર્ષ પહેલા હું પત્નિ સાથે રાજકોટ રહેવા આવ્યો અને હું ફ્રી સમયમાં આ મયુરભાઇને મળતો હતો અને વાર તહેવારના દિવસોમાં હું જુગાર રમું છુ અને હું તથા મયુરભાઇ એક વખત બંન્ને સાથે જુગાર રમવા ગયા હતા. 
વાડીમાં જુગાર રમવા જવાનું નક્કી કર્યું
ગઇ તા.25/12/2022 ના સવારના 11 વાગ્યે મયુરભાઇ ફળદુ મને યુનિવર્સીટી રોડ ઉપર મયુર ભજીયા નામની દુકાન પાસે મળ્યા હતા. ત્યારે તેઓએ મને વાત કરી હતી કે, તેમના એક મિત્રની વાડીમાં જુગાર ચાલે છે અને આપડે ત્યાં જુગાર રમવા જવાનુ છે. જેથી મે તેઓને કહ્યું કે, સારૂ જયારે જવાનુ હોય ત્યારે કહેજો તેમ વાત કરેલ હતી અને અમે ત્યાંથી છુટા પડ્યા હતા. બાદમાં તા.29/12/2022 ના સવારના આશરે 11 વાગ્યે મયુરભાઇનો ફોન આવ્યો અને કહ્યું કે, આપડે આજે જુગાર રમવા જવાનુ છે તુ બપોરના બાલાજી હોલે તારી ગાડી લઇને આવજે. જેથી હું મારા ઘરેથી મારી અરટીગા ગાડી નંબર જીજે.10.ડીઇ.2011 લઇને ગયો હતો અને ત્યાં આ મયુરભાઇ ઉભા હતા અને તેઓ મારી ગાડીમાં બેઠા એટલે મે તેમને પૂછ્યું કે કયાં રમવા જવાનુ છે? જેથી મયુરભાઇ એ કહેલ કે ગોંડલ થી આગળ મારા મિત્ર હરદિપ વાળા અને મહિપાલ વાળાની વાડીએ જવાનું છે.
ગોંડલ નજીક અન્ય કારમાં ગયા
બાદમાં ગોંડલ થી જેતપુર તરફ આશરે 10 કિલોમીટર જતા દેવળા ગામ આવતા મયુરભાઇએ ગાડી ઉભી રખાવી હતી અને થોડીવાર બાદ બે વ્યકિત એક સફેદ કલરની ઇનોવા ગાડી લઇને ત્યાં આવ્યા હતા અને મયુરભાઇએ તેઓ સાથે મારી ઓળખાણ કરાવી હતી અને આ બંન્ને વ્યકિતઓમાં એકનુ નામ હરદિપ વાળા અને મહિપાલ વાળા જણાવ્યું હતુ. આ બંન્ને એ મારી ગાડી ત્યાં દેવળા ગામના ચોકમાં રાખી દેવાનુ કહ્યું હતું. બાદમાં હું તથા મયુરભાઇ આ લોકોની સાથે ઇનોવા ગાડીમાં બેસી ગયા હતા અને ત્યાંથી પંદરેક કિલોમીટર દુર સીમમાં એક વાડીએ લઇ ગયા હતા અને ત્યાં વાડીમાં બે ત્રણ પાકા રૂમ વાળુ મકાન હતું. 
બંદુક તાકીને 50 લાખની માંગણી કરી
આ વખતે હરદીપ વાળા મને સાઇડમાં લઇ ગયેલ અને કહેવા લાગ્યો કે, તુ ચીટીંગ કરીને જુગાર રમે છે અને તે જુગારમાં બહુ રૂપિયા બનાવ્યા છે. જેથી મે તેને કહેલ કે,ના ભાઇ એવુ કાંઇ નથી હું તો સીધી રીતે જ જુગાર રમુ છુ અને જીતુ છુ તેમ કહેતા આ હરદીપ ઉશ્કેરાઇ ગયો અને ગાળો બોલવા લાગ્યો અને ગાલ ઉપર ઝાપટો મારવા લાગ્યો હતો.
આ વખતે મહિપાલ તથા મયુરભાઇ પણ ત્યાં આવી અને આ મહિપાલ પણ મને ગાળો બોલી ઢીકા પાટુ મારવા લાગ્યો અને મયુરભાઇ આ લોકોને મને માર નહી મારવાનુ કહેતા આ લોકોએ મને મારવાનુ બંધ કરેલ અને હરદિપ તેની ગાડીમાંથી એક બંદુક લઇ આવ્યો અને તે બંદુક મારી સામે રાખી મને કહેવા લાગેલ કે, તારે અમને પચાસ લાખ રૂપિયા દેવા પડશે તો જ તને અહીંથી જવા દેશું નહીતર તને જાનથી મારી નાખશું.
જેથી મેં મયુરભાઇ ને કહેલ કે,આ બધુ શું છે તમે મને જુગાર રમવાનુ કહીને અહી લાવ્યા છો અને આ લોકો મારી સાથે આવુ શા માટે કરે છે તમે આ લોકોને સમજાવો તેમ કહેતા મયુરભાઇ કહેવા લાગ્યા કે,આ લોકો જેમ કહે તેમ કર નહીતર આ લોકો તને અહીથી જીવતો નહી જવા દે જેથી હું આ લોકો થી ખુબ જ ડરી ગયો હતો.
20 લાખ રૂપિયા લીધાં
મયુરભાઇ પણ આ લોકો સાથે મળેલ છે જેથી મેં આ લોકોને કહેલ કે, મારી પાસે આટલા બધા રૂપિયા નથી મારી પાસે હાલમાં બે લાખ રૂપિયા જ છે તેમ કહેતા મહિપાલ એ મારા પાછલા ખીસ્સામાં રાખેલ રૂપિયા બે લાખ કાઢી લીધા હતા અને મે ગળામાં પહેરેલ સોનાની રૂદ્રાક્ષની માળા પણ કાઢી લીધી હતી અને આ મહિપાલ અને હરદિપે મારા ઘરે ફોન કરી વધારે રૂપિયા મંગાવવાની વાત કરી હતી અને મારી પાસે સ્પીકર ફોનમાં મારા ઘરે મારા પત્નિ ને ફોન કરી ઘરમાં જેટલા રૂપિયા હોય બધા ભેગા કરી ગણીને રાખે તેમ કહેવાનુ જણાવ્યું હતું.
જેથી મેં મારી પત્નિ ધર્મીષ્ઠાને ફોન કરી અને સ્પીકર ફોનમાં આ લોકોએ જેમ કહ્યું તેમ મારી પત્નિને વાત કરી હતી અને ફોન મુકી દીધો હતો અને થોડીવાર બાદ મારી પત્નિનો ફોન આવ્યો અને કહ્યું કે, ઘરમાં કુલ રૂ.17,90,000 પડ્યા છે. જેથી આ હરદીપ તથા મહિપાલ એ મને કહેલ કે, તારી પત્નિને કે બધા રૂપિયા લઇને મવડી ચોકડી જાય અને મારો માણસ આવે તેને તે રૂપિયા આપી દે જેથી મેં તેઓને કહેલ કે, મારી પત્નિ ત્યાં નહી જાય હું મારા મિત્ર પુષ્કર ચમનભાઇ રૂપાવટીયાને ઘરે મોકલુ? તો આ લોકોએ કહેલ કે, કાંઇ વાંધો નહી તેને મોકલ,જેથી મે મારા મિત્ર પુષ્કરને ફોન કરી મારા રૂપિયા લઇ મવડી ચોકડી જવાનું કહ્યું હતું. 
બાકીના 30 લાખ નહી આપે તો પતાવી દેવાની ધમકી
બાદમાં આ લોકોએ કહ્યું કે હવે તારા મિત્રનો ફોન આવે એટલે તેને પુછજે કે તે ક્યા વાહનમાં છે અને તારી પાસે જે ભાઇ આવે તેને રૂપિયા આપી દેજે અને થોડીવાર બાદ મારા મિત્ર પુષ્કરનો મને ફોન આવેલ કે, હું ઘરેથી રૂપિયા લઇને મવડી ચોકડી હોટલે વેન્ટો કાર લઈ ઉભો છુ.
જેથી મે તેને કહેલ કે, તુ થોડીવાર ત્યાં ઉભો રે હમણા તારી પાસે એક ભાઇ આવશે તેને રૂપિયા આપી દેજે તેમ કહેલ હતુ અને બાદમાં આ મહિપાલે તેના કોઇ મિત્રને ત્યાં ઉભો રાખ્યો હતો તેને ફોન લગાડેલ અને તે ભાઇને મારી સાથે વાત કરાવેલ જેથી મે તેને હોટલ પાસે પડેલ વેન્ટો ગાડી માં બેઠેલ વ્યકિત સાથે વાત કરાવવાનુ કહેતા તે ભાઇ ત્યાં ગયેલ અને પુષ્કર વાત કારાવતા મેં પુષ્કરને તે ભાઇને રૂપિયા આપી દેવાનુ કહેતા તે રૂપિયા આ લોકો એ મોકલેલ વ્યકિત ને આપી દીધા હતા આ વ્યકિત કોણ હતુ તેની મને ખબર નથી.
થોડીવાર બાદ આ હરદિપ તથા મહિપાલે મારી ગાડી, આઈ ફોન મહિપાલે મારી પાસેથી લઇ લીધેલ હતો અને બાદમાં આ બંને કહેવા લાગ્યા કે તારે હજી અમને ત્રીસ લાખ દેવાના છે અને જો દશ દીવસમાં ત્રીસ લાખ નહી દે તો તારા ઘરે આવીને ફાયરીંગ કરી તને પતાવી દઇસ તેવી ધમકી આપવા લાગ્યા હતા અને કહેલ કે, તું બાકીના ત્રીસ લાખ દઇશ એટલે તારી ગાડી, રૂદ્રાક્ષની માળા તથા મોબાઇલ ફોન તને મળી જાશે અને આ વખતે હું ખુબ જ ડરી ગયેલ હતો અને આ લોકોથી છુટકારો મેળવવા માંગતો હતો જેથી મે તેઓએ કહેલ બધી વાતમાં હા પાડેલ હતી.
પરિવારને જાણ કરી ફરીયાદ નોંધાવી
ત્યાંથી અમે રાજકોટ આવવા નીકળેલ હતા અને રાજકોટ ઉમીયા ચોક ખાતે પહોંચતા આ હરદીપ  અમને ત્યાં ઉતારી મારી અરટીગા ગાડી લઇને જતો રહેલ હતો અને અહી ઉતર્યા બાદ મે મયુરભાઇ ને કહેલ કે, તમે જાણી જોઇને મને આ લોકો પાસે લઇ ગયા હતા તેમ કહેતા મયુરભાઇ એ કહેલ કે, બાકીના 30 લાખ દશ દિવસમાં પુરા કરી દેજે નહીતર તારા ઘરે આવશે અને તને પતાવી દેશુ તેવી ધમકી આપેલ હતી. જેથી પરિવારને વાત કર્યા બાદ ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter