Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot: ગોંડલ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપ

10:31 AM Aug 13, 2024 |
  1. ગોંડલ હિટ એન્ડ રન મામલે
  2. મૃતુકના પિતાએ કરી યોજી પત્રકાર
  3. પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યા

 

Rajkot:રાજકોટ(Rajkot)જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામના યુવાન પાર્થ ત્રિવેદીનું હિટ એન્ડ રન કેસમાં (HIT AND RUN CASE)મૃત્યુ થયાની ઘટનાએ નવો વળાંક લીધો છે. મૃતકના પરિવાર દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ (press conference)યોજવામાં આવી, જેમાં તેમણે પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યા.

 

 

ગોંડલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પાર્થ ત્રિવેદીનું મોત થયું હતું

રાજકોટ(Rajkot)ના ગોંડલ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા યુવક પાર્થ ત્રિવેદીના પરિવારજનોએ પત્રકાર પરિષદ યોજી છે, જેમાં તેઓએ પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. 29 જૂન, 2024ના રોજ ગોંડલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પાર્થ ત્રિવેદીનું મોત થયું હતું.પરિવારે આરોપ મૂક્યો છે કે, આ કેસમાં પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાને બદલે આરોપીને છાવરી રહ્યા છે. તેમનો દાવો છે કે, ઘટનામાં સંડોવાયેલી ગાડી એક મહિલા ચલાવી રહી હતી, અને ભલે તે મામલે અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં, પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી.

આ પણ  વાંચો –Gift : મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજ્ય સરકારના કર્મચારીઓ ઝૂમી ઉઠ્યા…

પોલીસ કેસને રેર કેસ ગણીને રફાદફા કરવાની કોશિશ કરી રહી છે

પરિવારના જણાવ્યા મુજબ, વાસાવડ નજીક પાર્થ મહેશભાઈ ત્રિવેદીનું એક કાર ચાલક દ્વારા હડફેટે લીધા બાદ મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનામાં કાર ચાલક અને તેની સાથેના સહ-સુવારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે કોઈ નક્કર કાર્યવાહી ન થતા, પરિવારે ન્યાય માટે માગણી કરી છે.પરિવારના દાવા મુજબ, ફરિયાદમાં હિટ એન્ડ રનની ગંભીર કલમ 304ની જગ્યાએ 304(a) લગાવવામાં આવી છે, જે ઓછી ગંભીરતાવાળી છે. તેમનો આક્ષેપ છે કે, પોલીસ કેસને રેર કેસ ગણીને રફાદફા કરવાની કોશિશ કરી રહી છે. તેઓએ માંગ કરી છે કે, કલમ 304 મુજબ આરોપી મહિલા અને તેના પતિની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.

આ પણ  વાંચો Gujarat Rain Forecast: આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારે માંગ કરી

આ કેસમાં આરોપી રિંકલ ભાલુ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલી છે, અને તેના પતિ રાજકોટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. મૃતકના પરિવારની માગણી છે કે, તેમને ન્યાય મળે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારે માંગ કરી છે