Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot : નિવૃત્ત સિટી ઇજનેર અલ્પના મિત્રા સહિત 10 ઇજનેરની મુશ્કેલીઓ વધી, મનપા કમિશનરે કરી મોટી કાર્યવાહી!

08:24 AM Sep 04, 2024 |
  1. રાજકોટનાં નિવૃત સિટી ઈજનેરના ઘરેથી ફાઈલ મળવાનો મામલો
  2. મનપા કમિશનરે અલ્પના મિત્રા સહિત 10 ઇજનેરને ફટકારી શિસ્ત ભંગની નોટિસ
  3. દોષિત સાબિત થશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે

રાજકોટમાં (Rajkot) નિવૃત્ત સિટી ઇજનેરનાં ઘરેથી ફાઇલો મળવાનાં મામલે મોટા સમાચાર આવ્યા છે. રાજકોટ મનપા કમિશનરે (RMCCommissioner) પૂર્વ સિટી ઇજનેર અલ્પના મિત્રા સહિત 10 ઇજનેરને શિસ્ત ભંગની નોટિસ ફટકારી છે. હવે તમામ ઇજનેર સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. જો તમામ દોષિત સાબિત થશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો – સરકારી કર્મચારીઓએ ફરી મુખ્યમંત્રીને જૂની પેન્શન યોજના માટે પત્ર કર્યો રજૂ

અલ્પના મિત્રા સહિત 10 ઇજનેરને શિસ્ત ભંગની નોટિસ

રાજકોટમાં (Rajkot) પૂર્વ સિટી ઇજનેર અલ્પના મિત્રાનાં (Alpana Mitra) ઘરે વિજિલન્સની ટીમે કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન કેટલીક ફાઇલો મળી આવી હતી. આ મામલે તપાસ પૂર્ણ કરીને વિજિલન્સની ટીમે (Vigilance Team) રાજકોટ મનપા કમિશનરને રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં વહીવટી ક્ષતિઓ હોવાનો ઉલ્લેખ પણ કરાયો હતો. ત્યારે હવે મનપા કમિશનરે (RMCCommissioner) નિવૃત્ત સિટી ઈજનેર અલ્પના મિત્રા સહિત 10 ઇજનેરને શિસ્ત ભંગની નોટિસ ફટકારી છે. માહિતી મુજબ, આ તમામ ઇજનેર સામે હવે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે અને જો દોષિત સાબિત થશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો – Surat માં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, કુલ 15 તબીબ ઝડપાયા

વિજિલન્સની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો

ઉલ્લેખનીય છે કે, પૂર્વ સિટી ઇજનેર અલ્પના મિત્રાનાં (Alpana Mitra) ઘરે વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને કાર્યવાહી કરી 37 જેટલી ફાઇલો મેળવી હતી. નિવૃત્ત ઇજનેરનાં ઘરે આ ફાઇલો કોણ લઈ ગયું ? અને શા માટે લઈ ગયા ? તે અંગે વિજિલન્સની ટીમે તપાસ આદરી હતી. તાપસ મુજબ, 58 જેટલી મેનેજમેન્ટ બૂક રાખીને સહી કરાવાઈ હતી. જ્યારે 6 અન્ય રજિસ્ટર પણ મળી આવ્યા હતા. વિજિલન્સની તપાસમાં 8 ડેપ્યુટી ઈજનેર અને મદદનીશ ઈજનેર સામેલ હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચો – મુખ્યમંત્રી સાથે યોજાયેલી તબીબોની બેઠકમાં હડતાળ પર લાગ્યું પૂર્ણવિરામ