- સ્થાનિક લોકોની મદદથી વૃદ્ધને બહાર કઢાયા
- દિવસમાં 4થી 5 ઘટના બનતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું
- શહેરમાં પાણી નિકાલ માટે આડેધડ કુંડીઓ ખુલી કરાઇ હોવાની ચર્ચા
રાજકોટમાં (Rajkot) ભારે વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. ત્યારે ચોમાસાનાં વરસાદમાં રાજકોટ મનપાની (RMC) અણઘડ કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે. બાઇક લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોની મદદથી વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિકોનો આરોપ છે કે અગાઉ પણ આ પ્રકારની 4થી 5 ઘટનાઓ બની ચૂકી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો – VADODARA : દવાખાનાની જર્જરિત ઇમારત જમીનદોસ્ત કરાવવામાં સાંસદ સફળ
કુંડીઓ દેખાતી ન હોવાથી તેમાં પડી જતાં ઇજા પામે છે
રાજ્યમાં ખાડા રાજને લઈને એક બાજી હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરાઈ છે. ત્યારે બીજી તરફ ખાડાઓનાં કારણે હેરાન પરેશાન થતી જનતાનાં વીડિયો સામે આવી રહ્યા છે. દરમિયાન, રાજકોટમાંથી (Rajkot) મનપાની અણઘડ કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે. વરસાદનાં પાણી નિકાલ માટે આડેધડ કુંડી ખુલ્લી રાખી દેવામાં આવે છે. વરસાદી પાણી ભરાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને આ કુંડીઓ દેખાતી ન હોવાથી તેમાં પડી જતાં ઇજા પામે છે. એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બાઇક લઇને જતાં એક વૃદ્ધ પાણી નિકાલ માટે ખુલ્લી મુકવામાં આવેલી કુંડીમાં ગરકાવ કરી જતાં દેખાય છે.
આ પણ વાંચો – VADODARA : “ધ ગ્રેટ વોલ” ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું નિધન, PM એ પાઠવી શ્રદ્ધાંજલિ
વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીંનો લોકોનો આરોપ
વીડિયોમાં દેખાય છે કે સ્થાનિકો દ્વારા વૃદ્ધને હાથ પકડી બહાર કાઢવામાં આવ્યા હતા. કંડીમાં પડી જતાં વૃદ્ધને ઇજા થઈ હતી. સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, અગાઉ પણ આ પ્રકારની 4થી 5 ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની બેદરકારી સામે સ્થાનિકો લોકોએ રોષ ઠાલવ્યો હતો અને આ અંગે જલદી કાર્યવાહી થાય તેવી માગ કરી હતી.
આ પણ વાંચો – Bharuch : નંબર પ્લેટ વગરની, PRESS લખેલી કાર તપાસતા પિસ્તોલ મળી, એકની ધરપકડ