Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot: નબીરાઓએ કાયદાનું ઉલ્લંઘન કરીને ઉજવ્યો જન્મદિવસ, જાહેરમાં આતશબાજી સાથે કર્યા સ્ટંટ

02:41 PM Sep 26, 2024 |
  1. Rajkot માં રસ્તા વચ્ચે નબીરાઓ કરી જન્મદિવસની ઉજવણી
  2. નવા રીંગ રોડ પર મોંઘી દાટ કાર સાથે કેક કાપી અને સ્ટંટ કર્યા
  3. આવાસ યોજના પાસે થાર ગાડી ગોળ ગોળ ફેરવી કર્યા સ્ટંટ

Rajkot: રાજકોટમાં બિનકાયદેસર રીતે જન્મદિવસની ઉજવણીના અનેક ઉદાહરણ સામે આવ્યા છે. રાજકોટ (Rajkot) શહેરના નવા રીંગ રોડ પર નબીરાઓએ મનમાની કરી અને કાયદાનો ભંગ કરીને પોતાનો જન્મદિવસ મનાવવા માટે મોંઘી દાટ કારનો ઉપયોગ કર્યો હતો. આ ઉજવણીમાં તેમને કેક કાપવાની સાથે સાથે થાર ગાડીને ગોળ ગોળ ફેરવીને સ્ટંટ કરી વધુ મોજ માણી હતી. જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ છે.

આ પણ વાંચો: રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ઝડપાયો PSI , Surat ACB એ ગોઠવ્યું હતું છટકું

આતશબાજીના વીડિયો સોશિયલ મીડિયામાં પણ શેર કર્યા

નોંધનીય છે કે, જન્મદિવસની ઉજવણી સાથે આ નબીરાઓએ તેમણે કાર પર ફટાકડા ફોડ્યા હતાં. આ નબીરાઓએ પોતાની મજા માટે Rajkot શહેરની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ તમામ પ્રવૃત્તિઓનો વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં શેર પણ કર્યાં હતા. જેમાં ડીજીપાલસિંહ જાડેજાની ઇન્સ્ટાગ્રામ ID @DIGPALSING_JADEJA_3 પર પણ આ રીલ જોવામાં મળી છે.

આ પણ વાંચો: Surat Traffic police: 50 થી 100 વાર મેમો ફટકાર્યો પણ સુરતીઓ સુધર્યા નહીં! RTO દ્વારા 12,631 લાઇસન્સ રદ કરાશે

પોલીસે કારના નંબર પ્લેટના આધારે કાર્યવાહી શરૂ કરી

સ્થાનિક લોકોમાં આ ઘટનાના પગલે રોષ જોવા મળ્યો છે, કારણ કે નબીરોના આ બેદરકારીના વર્તનથી માર્ગો પર દેખાશુદ્ધતા ઘટી છે. પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સકારાત્મક પગલાં લેવાતા નથી, પરંતુ હવે આ કિસ્સાની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે કારના નંબર પ્લેટના આધારે નબીરોની ઓળખ કરી કાર્યવાહી શરૂ કરી છે. જન્મદિવસની આવી રીતે ઉજવણી કરવાનું ચણલ યુવનોમાં ખુબ જ વધી રહ્યું છે. જે સમાજ માટે નકારાત્મક ઉદાહરણ બની કહ્યું છે. રોડ સલામતી અને સામાજિક જવાબદારીની દ્રષ્ટિએ, આ તથ્ય ખૂબ જ ચિંતા જનક છે.

આ પણ વાંચો: Surat: હવે બસ પણ મહિલાઓ માટે સુરક્ષિત નથી! બસના ડ્રાઈવરે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ