Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot: BJP ના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ થયા અભદ્ર વીડિયો, કોણે શેર કરી આ પોસ્ટ?

12:03 PM Sep 21, 2024 |
  1. રાજકોટ ભાજપના વોર્ડ નંબર-4ના ગ્રુપમાં પોસ્ટ કર્યો અભદ્ર વીડિયો
  2. આ ગ્રુપમાં રાજકોટના મહિલા મેયર અને મહિલા ધારાસભ્યો પણ છે સામેલ
  3. ગ્રુપમાં એક સાથે 6 અભદ્ર વીડિયો કરવામાં આવ્યા પોસ્ટ

Rajkot: રાજકોટમાં ભાજપના ગ્રુપમાં અભદ્ર વીડિયો શેર થતા અત્યારે ભારે ચર્ચાઓ જામી છે. મળતી જાણકારી પ્રમાણે રાજકોટ (Rajkot)માં ભાજપનું એક વોટ્સએપ ગ્રુપ ચાલે છે, જેમાં મહત્વની જાણકારી અને માહિતીઓ શેર કરવામાં આવતી હોય છે. પરંતુ અત્યારે આ ગ્રુપમાં અભદ્ર વીડિયો શેર થતા લોકોમાં ચર્ચાએ જોર પક્ડું છે. આખરે કોણ આ ગ્રુપમાં આ વીડિયો શેર કર્યા તે બાબતે હજી કોઈ ચોંકાવનારી વિગતે સામે આવી નથી.

આ ગ્રુપમાં રાજકોટના મહિલા મેયર અને મહિલા ધારાસભ્યો પણ સામેલ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજકોટ ભાજપના વોર્ડ નંબર-4 ના ગ્રુપમાં અભદ્ર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, આ ગ્રુપમાં રાજકોટ (Rajkot)ના મહિલા મેયર અને મહિલા ધારાસભ્યો પણ સામેલ છે. નોંધનીય છે કે, રાજકોટના આ ભાજપ ગ્રુપમાં એક સાથે 6 અભદ્ર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે કે, આખરે શા માટે આવા વીડિયો ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવ્યા?

આ પણ વાંચો: Panchmahal: માતાની મમતા લજવાઈ! ગોધરા રેલવે સ્ટેશન પર રેલવેના ટોઇલેટ માંથી બાળક મળી આવ્યું

આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ થવી જોઈએ

એક ચોંકાવનારી વાત એ પણ છે કે, આવી રીતે અન્ય ઘણાં લોકોના ગ્રુપમાં પણ આ પહેલા આવા વીડિયો પોસ્ટ કરવામાં આવેલા છે. જેની સાયબર ક્રાઈમમાં ફરિયાદો નોંધાયેલી છે. છેલ્લા એક મહિનાથી રાજ્યમાં આવી અનેક ઘટનાઓ બની છે. જેમાં ગ્રુપમાં આવી રીતે ન્યૂડ વીડિયો અને ફોટાઓ પોસ્ટ કરવામાં આવ્યા હોય. ખાસ કરીને એવા ગ્રુપમાં આ વીડિયો પોસ્ટ કરવામાં આવતા હોય છે જેમાં વધારે લોકો જોડાયેલા હોય. જો કે, આ બાબતે સાયબર ક્રાઈમ દ્વારા કેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તે જોવું રહ્યું! સ્વાભિવાક છે કે, આવી રીતે પોસ્ટ કરવામાં આવતા વીડિયો ક્યાંથી શેર થાય છે તે બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો: Surat: અજાણ્યા ટીખળખોરો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મુકી દીધ