Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot : લોકમેળામાં રાઇડ સંચાલકો અને તંત્ર નિયમોને લઈ આમને-સામને!

08:24 AM Aug 08, 2024 |
  1. રાજકોટમાં લોકમેળાનાં સંચલાકો પોતાનાં માગને લઈને અડગ
  2. રાઈડ સંચાલકો દ્વારા એક જ માગ.. SOPમાં ફેરફાર કરો
  3. રાઈડ ચલાવનારની લાયકાત સહિત 44 મુદ્દાઓ નિયમ મૂકવામાં આવ્યા
  4. અગ્નિકાંડ બાદ તંત્ર એકપણ નિયમમાં ફેરફાર કરવા તૈયાર નહીં

રંગીલું રાજકોટ (Rajkot) તેની ખાણીપીણી સાથે લોકમેળા માટે પણ ખૂબ જ જાણીતું છે. જન્માષ્ટીનાં (Janmashti) ઉત્સવ નિમિત્તે અહીં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દૂર દૂરથી લોકો આવતા હોય છે અને વિવિધ રાઇડ્સ અને વાનગીઓની મજા માણતા હોય છે. રાજકોટનાં લોકમેળામાં (Lok Mela) વિવિધ અવનવી રાઇડ્સ લોકોનું કેન્દ્ર હોય છે. પરંતુ, આ વર્ષે તંત્ર દ્વારા નવા નિયમો ઉમેરતા રાઇડ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો – Gujarat: ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઇને મોટા સમાચાર, 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર

નવા નિયમોમાં ફેરફાર કરવા રાઇડ સંચાલકોની માગ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Gamezone fire,) બાદ રાજકોટ તંત્ર દ્વારા લોકમેળમાં રાઇડ સંચાલકો માટે નવા નિયમોનું પાલન કરવા ફરજિયાત કરાયું છે. ત્યારે બીજી તરફ સાઇડ સંચાલકોએ નવા નિયમોમાં ફેરફાર કરવા માગ કરી છે. રાઇડ સંચાલકોની માગ છે કે બહાર પાડવામાં આવેલ SOP માં ફેરફાર કરવામાં આવે. રાઇડ ફિટનેસ સર્ટિફિકેટ (Ride Fitness Certificate) અને રાઇડ ચલાવનાર લાયકાત સહિત 44 મુદ્દાઓ નિયમમાં મૂકવામાં આવ્યા છે. સાથે રાઈડમાં ફાઉન્ડેશન ભરવા ફરજિયાત કરાયું છે. જો કે, લોકમેળાની રાઇડનાં સંચાલકોનું કહેવું છે કે, આ નિયમો કાયમી રાઇડ માટે લાગુ કરાય. બીજી તરફ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર એકપણ નિયમમાં પોતે કોઈ જ ફેરફાર કરવા ત્યાર નથી.

આ પણ વાંચો – હર ઘર તિરંગા’ અભિયાનનું રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે, રમતગમત અને યુવક સેવા મંત્રીએ કરી જાહેરાત

આજે કોંગ્રેસ કોર્પોરેટરના વોર્ડમાં મેયરના લોકદરબારનું આયોજન

રાજકોટમાં (Rajkot) મેયર દ્વારા આજે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરના વોર્ડમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, મેયર દ્વારા અત્યાર સુધી 14 વોર્ડમાં લોકદરબારનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે. મોટાભાગનાં લોકદરબારમાં પ્રાથમિક સુવિધાઓ સંબંધિત પ્રશ્નોને લઈને લોકોએ હોબાળો મચાવ્યો હતો. જ્યારે, આજે કોંગ્રેસ (Congress) કોર્પોરેટરનાં વોર્ડમાં યોજાનાર લોકદરબારમાં માહોલ કેવો રહેશે તેના પર સૌ કોઈની નજર છે.

આ પણ વાંચો – તારી લાઈફ બનાવી દઈશ કહીં, માસાએ ભાણી સાથે 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું