Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot : Gujarat First નાં વધુ એક અહેવાલની ધારદાર અસર, લાંચ માગનાર પોલીસકર્મી સસ્પેન્ડ

12:17 PM Oct 06, 2024 |
  1. Rajkot માં ફરી એકવાર Gujarat First નાં અહેવાલની અસર
  2. સ્થળ બદલી માટે પોલીસકર્મીનો લાંચનો ઓડિયો વાઇરલ થયો હતો
  3. ઓડિયોમાં રૂ. 2500 થી રૂ. 5 હજારના લાંચની વાત થઈ હતી
  4. મહિલા પોલીસકર્મી પાસેથી લાંચ માંગતાનો ઓડિયો વાઇરલ થયો હતો

રાજકોટમાં (Rajkot) ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. બદલી માટે પોલીસકર્મી દ્વારા લાંચ માંગવાનો ઓડિયો વાઇરલ થયો હતો, જે અંગેનો અહેવાલ Gujarat First દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા અને લાંચ માગનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસ કમિશનર દ્વારા આ મામલે તપાસનાં આદેશ પણ કરાયા છે.

આ પણ વાંચો – Banaskantha : ગરબા રમીને ઘરે જતાં બાઇકસવાર 4 યુવકોને ફોર્ચ્યુનર કારચાલકે મારી ટક્કર, 3 નાં મોત

મહિલા પોલીસકર્મી પાસેથી માગ હતી લાંચ

રાજકોટમાં (Rajkot) તાજેતરમાં પોલીસ હેડ ક્વોર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી રાજેશ શિલુનો એક ઓડિયો વાઇરલ થયો હતો. આ ઓડિયોમાં તેઓ નોકરી સ્થળમાં બદલીને લઈ મહિલા પોલીસકર્મી પાસેથી રૂ. 2500 થી રૂ. 5 હજાર સુધીની લાંચ માગતા સંભળાય છે. આ અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – Gandhinagar : રવિવારે રજાનાં દિવસે CM એ બોલાવી કેબિનેટની બેઠક, નવાજૂની થવાના એંધાણ

પોલીસકર્મી રાજેશ શિલુને સસ્પેન્ડ કરાયા

ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ રજૂ થયાં બાદ તેની ધારદાર અસર જોવા મળી છે. આ મામલે પોલીસકર્મી રાજેશ શિલુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસ કમીશનર (Rajkot Police Commissioner) દ્વારા આ મામલે વધુ તપાસનાં આદેશ કરાયા છે. નોકરી સ્થળમાં બદલી માટે મહિલા પોલીસકર્મી અને રાજેશ શિલુનો લાંચ માંગવા અંગેનો ઓડિયો તાજેતરમાં વાઇરલ થતાં પોલીસ બેડામાં ખડબડાટ મચી ગયો હતો.

આ પણ વાંચો – VADODARA : ભાયલી ગેંગ રેપની તપાસ તેજ, શકમંદોને રાઉન્ડ અપ કરાયા