- રાજકોટમાં આજથી અટલ સરોવર ફરી ધમધમશે
- TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ અટલ સરોવર બંધ કરાયું હતું
- અટલ સરોવર ખુલ્લુ મુકાશે પરંતુ રાઇડ્સ બંધ રખાશે
રાજકોટ (Rajkot) શહેરમાં આજથી અટલ સરોવર (Atal Sarovar) ફરી ધમધમતું થશે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદથી અટલ સરોવર બંધ કરાયું હતું. જે આજથી ફરી એકવાર શરૂ કરાશે. જો કે, લોકો માટે અટલ સરોવર ખુલ્લુ તો મુકાશે પરંતુ, તેમાં રાઇડ્સ બંધ રહેશે. આથી, નાગરિકો નાણા ખર્ચીને માત્ર ગાર્ડન અને લાઇટિંગની જ મજા માણી શકશે.
આ પણ વાંચો – Patan : હવે પાટણમાં ચાંદીપુરા વાઇરસનો પગપસેરો, 7 વર્ષીય બાળક સંક્રમિત થતાં સ્થિતિ ગંભીર
લોકો માટે અટલ સરોવર ખુલ્લું મૂકાશે
રાજકોટવાસીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. TRP ગેમઝોન અગ્નિકાંડની (TRP Gamezone fire Incident) હચમચાવતી ઘટના બાદ અટલ સરોવરની (Atal Sarovar) મુલાકાત પર જાહેર જનતા માટે રોક લગાવવામાં આવી હતી. જો કે, આજથી અટલ સરોવર પર ફરી એકવાર માનવ મહેરામણ જોવા મળશે. આજથી અટલ સરોવરને લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. જો કે, મહત્ત્વની વાત એ છે કે સરોવર પર રાઇટ્સની સુવિધા બંધ રહેશે. આથી લોકો સરદાર સરોવર પર માત્ર ગાર્ડન અને લાઇટિંગની મજા માણી શકશે.
આ પણ વાંચો – Surat : મેટ્રોનાં બ્રિજનો સ્પાન નમી જવાં મામલે મોટી કાર્યવાહી! આ કંપનીને પાઠવી નોટિસ
TRP ગેમઝોન અગ્નિકાંડ બાદથી અટલ સરોવર બંધ કરાયું હતું
જણાવી દઈએ કે, ચાલુ વર્ષે 1 મે ના રોજ એટલે કે ગુજરાત સ્થાપના દિવસે (Gujarat Foundation Day) રાજકોટવાસીઓ માટે અટલ સરોવર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રેસકોર્ષ-2 માં આવેલા અટલ સરોવરને નિહાળવા માટે શરૂઆતમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઊમટી પડ્યા હતા. જો કે, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ (TRP Gamezone fire) બાદથી અટલ સરોવર જાહેર જનતા માટે બંધ કરાયું હતું. જણાવી દઈએ કે, અટલ સરોવરનાં ગાર્ડનમાં, બોટનિકલ ગાર્ડન અને ક્લોક, લેન્ડસ્કેપિંગ, સાઇકલ ટ્રેક, પાર્ટી પ્લોટ, પાર્કિંગ એરિયા, પાર્ટી લોન, વોલ્ક-વે, ફેરી વ્હીલ, ટોય ટ્રેન, ગ્રામ હાટ, એમ્ફી થિયેટર, ફૂડ કોર્ટ (Food Court), મોન્યુમેન્ટ ફલેગ વગેરે જેવી અનેક સુવિધાઓ છે. પરંતુ, આમાંથી કેટલી સુવિધાઓ જનતા માટે ઉપલ્બધ થશે તે અંગે હાલ માહિતી મળી નથી.
આ પણ વાંચો – Rajkot : બાઇક લઇને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ, Video વાઇરલ