Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot Gamezone Fire : પૂર્વ TPO સાગઠિયાએ HC નાં સ્ટે છતાં મંજૂર કર્યા પ્લાન! ખુલ્યો વધુ એક કાંડ!

02:10 PM Aug 05, 2024 |
  1. રાજકોટનાં પૂર્વ TPO મનસુખ સાગઠિયાનાં ખુલ્યા કાંડ
  2. હાઈકોર્ટે જ્યાં સ્ટે ફરમાવ્યો હતો ત્યાં મંજૂર કરી દીધો હતો પ્લાન
  3. આંબેડકર ચોકમાં આવેલ ‘ધ ડેસ્ટીની’ બિલ્ડિંગ વિવાદમાં આવી
  4. સાગઠિયાએ ડેવલપર્સ સાથે કરોડો રૂપિયાનો વહીવટ કર્યાનો આરોપ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone Fire) મામલે મુખ્ય આરોપી અને સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. તપાસમાં આરોપી સાગઠિયા હાઇકોર્ટનાં સ્ટે ઓર્ડરનો પણ અનાદર કરતો હોવાનું સામે આવ્યું છે. અહેવાલ અનુસાર, હાઇકોર્ટે (High Court) જે જગ્યા પર સ્ટે લગાવ્યો હતો તે જગ્યા પર પણ સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાએ પ્લાન મંજૂર કર્યા હતા. જો કે, આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો – Gir Somnath : મંદિરમાં પ્રવેશ-નીકળવાનાં અલગ માર્ગ, ચેકિંગ માટે 3-3 લાઈન, કેશલેસ ડિજિટલ કાઉન્ટર ઊભા કરાયાં

હાઈકોર્ટનાં સ્ટેને પણ ઘોળીને પી ગયો સાગઠિયા!

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો (Rajkot Gamezone Fire) મુખ્ય આરોપી અને RMC નાં તત્કાલીન સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા ભ્રષ્ટાચાર કરી રૂપિયા કમાવવાની લ્હાયમાં હાઇકોર્ટનો પણ હુકમ ન માનતો હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આંબેડકર ચોકમાં આવેલ ‘ધ ડેસ્ટીની’ બિલ્ડિંગ (The Destiny) વિવાદમાં સપડાયું છે. મવડીનાં રેવન્યુ સરવે નં. 95 પૈકીનાં પ્લોટ 39 થી 42 અને 50 થી 54 માં ગેરકાયદેસર દસ્તાવેજો કરી બાંધકામ ખડકી દેવાયું હોવાનું સાગઠિયાની તપાસમાં ખુલ્યું છે. વર્ષ 2015-16 માં તત્કાલીન સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાએ કોર્ટનાં સ્ટેનો અનાદર કરી પ્લાન કમ્પ્લિશન મંજૂર કરી દીધું હોવાનો આરોપ છે.

આ પણ વાંચો – Gondal : રમણીય વિસ્તાર વચ્ચે આવેલું છે 350 વર્ષ જૂનું સુરેશ્વર મહાદેવ મંદિર, જાણો શું છે માન્યતા ?

સ્ટે વાળી જમીન પર પ્લાન મંજૂર કરી બિલ્ડિંગ બનાવાયું

અહેવાલ અનુસાર, 6 ડિસેમ્બર, 2007 નાં રોજ હાઇકોર્ટે (High Court) હુકમ જગ્યાને જે તે સ્થિતિમાં રાખવા માટે સ્ટે આપ્યો હતો. પરંતુ, મનસુખ સાગઠિયા દ્વારા પ્લાન મંજૂર કરીને ડેવલપર્સ સાથે મળી ‘ધ ડેસ્ટીની’ બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યું હતું. આમ, વધુ રૂપિયા કમાવવાની લાલચમાં સાગઠિયા દ્વારા પ્લોટ 39 થી 42 અને 50 થી 54 માં ગેરકાયદેસર દસ્તાવેજો કરાયા હતા અને ત્યાર બાદ સ્ટે વાળી જગ્યા પર બાંધકામ ખડકી દેવાયું હતું. આરોપી સાગઠિયાએ ડેવલપર્સ સાથે કરોડો રૂપિયાનો વહીવટ કર્યાનો આરોપ છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો – Valsad : ઓરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, આ વિસ્તારમાં 400 થી વધુ ઘર સંપર્ક વિહોણા થયાં