- લાંચિયા ફાયર ઓફિસર અનિલ મારૂ પર કાર્યવાહીનો કોરડો
- રાજકોટ મનપા કમિશનરે અનિલ મારૂને સસ્પેન્ડ કર્યાં
- સસ્પેન્ડેડ અનિલ મારૂનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ મનપાનાં (RMC) ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુંને (Anil Maru) ACB ની ટીમે રૂ. 1.80 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપ્યા હતા. અનિલ મારૂની તપાસમાં કેટલાક મોટા ઘટસ્ફોટ થયા છે. ત્યારે હવે લાંચિયા અધિકારી અનિલ મારૂની મુશ્કેલીઓ વધી છે. એક તરફ અનિલ મારૂનાં રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે બીજી તરફ RMC કમિશનરે અનિલ મારૂને સસ્પેન્ડ કર્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone Fire) બાદ નવમાં અધિકારી સસ્પેન્ડ કરાયા છે.
આ પણ વાંચો – Surat: હીરા ઉદ્યોગમાં આવી છે ભારે મંદી, રત્નકલાકારે કર્યો આપઘાત
અનિલ મારૂનાં 3 દિવસનાં રિમાન્ડ મંજૂર
રાજકોટ લાંચિયા અધિકારી અનિલ મારૂ (Anil Maru) પર કાર્યવાહીનો કોરડો વીંઝાયો છે. અનિલ મારૂનાં 3 દિવસનાં રિમાન્ડ મંજૂર થયા છે. જ્યારે લાંચિયા અધિકારીની તપાસમાં તેની ઓફિસમાંથી વધુ રૂ. 50 હજાર મળી આવ્યા હોવાની માહિતી છે. ઓફિસમાં તપાસ કરતા ટેબલમાંથી આ રકમ મળી આવી હતી. લોભ-લાલચમાં સપડાયેલા લાંચિયા અધિકારીએ માનવતા નેવે મૂકીને ગોઝારી ઘટના અગ્નિકાંડનો પણ ફાયદો લીધો હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. સાથે જ અગ્નિકાંડ (Rajkot Gamezone Fire) બાદ લાંચની રકમ ડબલ કરી દીધી હોવાની ચર્ચા પણ વેગવંતી થઈ છે.
આ પણ વાંચો – VADODARA : દશામાં ની મૂર્તિઓના વિસર્જનની તૈયારીઓમાં તંત્ર કાચુ પડ્યું
RMC કમિશનરે અનિલ મારૂને ફરજ મોકૂફ કર્યા
બીજી તરફ લાંચિયા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારૂનો ભાંડાફોડ થતાં તેની સામે RMC કમિશનરે મોટી કાર્યાવાહી કરી છે. માહિતી મુજબ, RMC કમિશનરે અનિલ મારૂને ફરજ મોકૂફ કર્યા છે. આમ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ અત્યાર સુધીમાં 9 માં અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. જણાવી દઈએ કે, માત્ર અનિલ મારૂ જ નહીં તેના પરિવાર સામે પણ ગંભીર આરોપ થયા છે. અનિલ મારૂનાં ભાઈ અને ભાભી પણ લાંચ કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યા છે. બે અલગ-અલગ કેસમાં અનિલ મારૂના ભાઈ બેચરભાઈ 4 લાખની અને ભાભી કંકુબેન મારૂ જ્યારે સરપંચ હતા ત્યારે રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. એવી માહિતી છે કે, જે DySP એ ભાઈ-ભાભીને પકડ્યા હતા તેમને જ અનિલ મારૂને પણ પકડ્યા હતા.
આ પણ વાંચો – Bharuch: મારામારી કરવી ભારે પડી! ભરૂચ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 12 ની ધરપકડ