Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot: આલણસાગર તળાવની ઓવર ફલો થવાની સ્થિતિમાં, કિનારે બાળકો ઉત્સાહથી સ્નાન કરતા જોવા મળ્યા

01:58 PM Sep 29, 2024 |
  1. આલણસાગર તળાવમાં હાલમાં 31 ફૂટ પાણીથી ભરાયું
  2. આ તળાવની કુલ સપાટી 36 ફૂટની હોવાનું સામે આવ્યું
  3. તળાવના કિનારે નાના બાળકો ઉત્સાહથી નાહતા જોવા મળ્યા

Rajkot: જસદણની જીવા દોરી સમાન આલણસાગર તળાવ ઓવર ફલો થવાની તૈયારી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, 36 ફૂટની સપાટી ધરાવે છે અને હાલમાં 31 ફૂટ પાણીથી ભરેલું છે. તળાવના કિનારે નાના બાળકો ઉત્સાહથી નાહતા જોવા મળે છે, પરંતુ તે અહીં જો કોઈ અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ હશે તે મોટું પ્રશ્ન બન્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા તળાવ ઓવરફલોની સ્થિતિમાં છે, પરંતુ તળાવ પર કોઈ પણ જવાબદાર અધિકારી કે કર્મચારી દેખાય નથી.

આ પણ વાંચો: Jammu and Kashmir: કઠુઆમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ, એક હેડ કૉન્સ્ટેબલ શહીદ

તંત્રએ આલણસાગર તળાવ ઓવર ફલો થવાની તૈયારીમાં

સ્થિતિ ગંભીર છે અને Rajkot TRP ગેમ્સ ઝોનમાં નાના બાળકોના જીવ ગુમાવ્યા બાદ પણ તંત્ર સંવેદનશીલ નથી. બાળકોએ તળાવની ઊંડાઈ અને સલામતીના જોખમોને અવગણીને માજા માણી રહ્યા છે, જે સ્થાનિક નાગરિકોને ચિંતા આપી રહ્યું છે. નોંધનીય છે કે, તંત્રએ આલણસાગર તળાવ ઓવર ફલો થવા ની તૈયાર છે તેને માટે નીચાણ વાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. પરંતુ તળાવ પર વહીવટ તંત્ર ના એકપણ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ દેખાતા નથી. શું જવાબદાર તંત્રના અધિકારીઓને લોકો ના જીવ સલામતીની ચિંતા નથી?

આ પણ વાંચો: Bhavnagar ની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર

શેત્રુંજી ડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક ચાલુ

આ સાથે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ હવે 90% ભરાઈ ગયો છે, જેમાં પાણીની સપાટી 32 ફૂટ 7 ઈંચ સુધી પહોંચી ગઈ છે. ડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને ત્યાં ઓવર ફ્લો શક્યતાનો નિર્દેશ છે. કારણ કે, ડેમ 34 ફૂટે ઓવર ફ્લો થવાનું છે. આ સ્થિતિએ સ્થાનિક તંત્રને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શેત્રુંજી ડેમ અત્યારે 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. જેથી શેત્રુંજીડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે.

આ પણ વાંચો: Devara – Part 1: માત્ર બે જ દિવસમાં કરી બંપર કમાણી, ટિકિટ લેવા માટે ફેન્સ કરી રહ્યા છે પડાપડી