Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot : લાંચિયા અને સસ્પેન્ડ ફાયર અધિકારી સામે 4500 પાનાંની ચાર્જશીટ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા

12:11 PM Aug 08, 2024 |
  1. રાજકોટનાં લાંચિયા પૂર્વ ફાયર અધિકારી સામે ચાર્જશીટ
  2. ACB એ બી.જે. ઠેબા સામે 4500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી
  3. 13 વર્ષમાં આવક કરતા 80 લાખની વધુ મિલકત વસાવી હોવાનો ખુલાસો
  4. દસ્તાવેજી પુરાવા સાથે પરિવાર અને સ્ટાફનાં નિવેદન જોડાયા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamzone Tragedy) અને લાંચ મામલે RMC સસ્પેન્ડ નાયબ ફાયર ઓફિસર બી.જે. ઠેબા વિરુદ્ધ ACB દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એસીબીએ 4500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. 13 વર્ષમાં આવક કરતા 80 લાખની વધુ મિલકતો સસ્પેન્ડેડ નાયબ ઓફિસરે (B.J. Theba) વસાવી હોવાનું જાણવા મળ્યું છે. ACB દ્વારા ચાર્જશીટમાં દસ્તાવેજી પુરાવા સાથે અધિકારીના પત્ની, પુત્ર, પુત્રી અને સ્ટાફનાં નિવેદનો પણ જોડવામાં આવ્યા છે.

આ પણ વાંચો –Alpana Mitra Case : કેટલાક ઇજનેરોને નોકરી ગુમાવવાનો આવી શકે છે વારો! ગોળગોળ જવાબોએ શંકા વધારી

13 વર્ષમાં આવક કરતા 80 લાખની વધુ મિલકતો

રાજકોટ (Rajkot) ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ ડે. ફાયર ઓફિસર બી.જે. ઠેબાની (B.J. Theba) પૂછપરછમાં અનેક રાઝ ખુલ્યા હતા. તપાસમાં બી.જે. ઠેબાએ અનેક બેંક લોકર રાખ્યા હોવાનું સામે આવતા ACB એ અધિકારીનાં બેંક એકાઉન્ટ સહિત મિલકતોની તપાસ હાથ ધરી હતી. ACB ની તપાસમાં પૂર્વ ડે. ફાયર ઓફિસર પાસે 67.27 ટકા અપ્રમાણસર મિલકત મળી આવી હતી. સાથે કાર્યકાળના 13 વર્ષમાં આવક કરતા 80 લાખની વધુ મિલકતો અધિકારીએ વસાવી હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચો –Surat : સોસાયટીમાં રમતાં 5 વર્ષીય માસૂમ માટે સ્કૂલવાન કાળ બની, પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો

દસ્તાવેજી પુરાવા સાથે પરિવાર અને સ્ટાફનાં નિવેદન જોડાયા

RMC નાં સસ્પેન્ડેડ ડે. ફાયર ઓફિસર જે.બી. ઠેબા સામે ACB એ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હોવાની માહિતી છે. આ ચાર્જશીટ 4500 પાનાંની છે. ચાર્જશીટમાં (Charge Sheet) અધિકારીનાં પત્ની, પુત્ર, પુત્રી અને સ્ટાફનાં લેવાયેલા નિવેદન પણ જોડવામાં આવ્યા છે. સાથે જ કેટલાક દસ્તાવેજી પુરાવા પણ એડ કર્યા છે. આ મામલે આગામી સમયમાં કોર્ટે સુનાવણી હાથ ધરશે.

આ પણ વાંચો Surat : સુરતીઓ આનંદો… ટ્રેનનાં મુસાફરોને હવે જલદી મળશે આ ખાસ સુવિધા