- સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
- અરવલ્લી, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદની આગાહી
- ભાવનગર, અરવલ્લી અને વડોદરા યલો એલર્ટ જાહેર કરાયું
Gujarat: ભારદવો શરૂ થઈ ગયો છે છતાં પણ વરસાદે હજી વિદાય લીધી નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં તો સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અરવલ્લી, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. North Gujarat સાથે સાથે કચ્છ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Bharuch: ‘મારે તારી સાથે વાત નથી કરવી…’ ઈન્સ્ટાગ્રામના મેસેજથી લઈને પોલીસ સ્ટેશન સુધીની કહાની
અરવલ્લી, ભાવનગર અને વડોદરા યલો એલર્ટ જાહેર
નોધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અરવલ્લી, ભાવનગર અને વડોદરા યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યારે હાલ Gujarat માં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. ઉત્તર ગુજરાત સાથે સાથે અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે.
આ પણ વાંચો: Kutch: સફેદ રણમાં અત્યારે દરિયા જેવો નજારો, જુઓ આ Video
કચ્છના રણમાં અત્યારે દરિયા જેવો માહોલ
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સતત વરસાદ થઈ રહ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં તો અત્યારે પણ પાણી ભરાયેલા જોવા મલી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કચ્છના રણમાં તો અત્યારે દરિયા જેવો માહોલ છે. કારણે કે, ત્યાં રણમાં એટલું પાણી ભરાયું છે કે, આગામી બે મહિના સુધી પાણી સૂકાઈ શકે તેમ નથી દુરથી જોવામાં આવે તો એવું જ લાગે કે અહીં દરિયો જ આવેલો છે. આનો વીડિયો પણ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયો છે.
આ પણ વાંચો: kalol નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને મોટો હોબાળો, ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા અને…