- વરસાદને કારણે ખેતરોમાં તૈયાર ઉભેલા પાકને વ્યાપક નુકસાન
- સરકાર સમક્ષ ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરાઈ હતી
- ખેતીવાડી વિભાગે નુકસાની બાબતે સર્વેની કામગીરી શરૂ કરી
Valsad: વલસાડ જિલ્લામાં છેલ્લા દસ દિવસથી બદલાયેલા વાતાવરણ અને ભારે વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થઈ અને ઉભેલા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હતું. પાછોતરા વરસાદના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. ભારે વરસાદથી Valsad જિલ્લામાં અનેક વિસ્તારોમાં ડાંગરનો પાક આડો પડી ગયો અને ક્યાંક કાપેલો પાક પલળી ગયો હતો. આથી ખેડૂતોની હાલત કફોડી થઈ હતી. વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લાોમાં પાકને ભારે નુકસાન થયું છે.
આ પણ વાંચો: Jetpur: પંથકમાં એકાતરા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન, મોઢે આવેલો કોળિયો છીનવાયો
ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીના સર્વે શરૂ કરવામાં આવ્યો
આ અંગે વલસાડ (Valsad)ના ભાજપના ધારાસભ્યો અને સાંસદે પણ સરકાર સમક્ષ ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી હતી. આથી વલસાડ જિલ્લામાં હવે ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાની બાબતે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક સર્વેમાં જિલ્લાના પારડી કપરાડા અને વાપી તાલુકામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ધ્યાન આવ્યું છે. જેથી સરકાર ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ કરવામાં આવી હતી. જેથી તંત્ર દ્વારા અત્યારે સર્વેના કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. જેટલા પ્રમાણમાં નુકસાન થયું છે તેવા પ્રમાણમાં વળતર ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો: Bihar: લ્યો બોલો! પતિ 4 વર્ષ જેની હત્યાના ગુના માટે જેલમાં રહ્યો તે પત્ની તો જીવતી નીકળી
સર્વેનો રિપોર્ટ તૈયાર થયા બાદ સરકાર સમક્ષ રજૂ કરાશે
મળતી જાણકારી પ્રમાણે અત્યારે 16 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વેનો રિપોર્ટ તૈયાર થયા બાદ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ સરકારના આદેશ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, વલસાડ (Valsad) જિલ્લામાં ખેતીના પાકને થયેલા નુકસાનીનું વળતર ચૂકવવા જિલ્લાના ભાજપના ધારાસભ્યો અને સાંસદે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જેથી અત્યારે સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જોકે, તેનું વળતર ક્યારે ચૂકવાશે તે હવે જોવાનું રહેશે.
આ પણ વાંચો: Deesa: ડીસામાં થયેલી લૂંટના આરોપીઓને કાયદાનું ભાન કરાવવા ડીસા પોલીસે નિકાળ્યું સરઘસ!