Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Parshottam Rupala : રાજ્યભરમાં પરશોત્તમ રુપાલાનો વિરોધ

03:35 PM Mar 29, 2024 | Vipul Pandya

Parshottam Rupala : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala)ના વિવાદીત નિવેદન બાદ રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) સામે વિરોધ થઇ રહ્યો છે. આજે પણ સમગ્ર રાજ્યમાં વિવિધ સ્તળો પર પરશોત્તમ રુપાલા સામે વિરોધ વ્યકત કરાયો હતો.

પદ્મિની બા વાળા દ્વારા બેઠકનો વિરોધ

ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ક્ષત્રિય સમાજ ની બેઠક પહેલા વિરોધ થયો છે. ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી અને ભાજપ સાથે જોડાયેલ પદ્મિની બા વાળા દ્વારા બેઠકનો વિરોધ નોંધવામાં આવ્યો હતો. જ્યાં સુધી રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ના ખેંચે ત્યાં સુધી વિરોધ રહેશે.

કેશોદના કોયલાણા ગામે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનું પૂતળા દહન

બીજી તરફ કેશોદના કોયલાણા ગામે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન વખતે રાજપૂત સમાજ દ્વારા જુદા જુદા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્ષિત કરવામાં આવ્યો હતો

રાજપૂત મનુસિંહ જગુજી દ્વારા ઊંઝા પોલીસ મથકે ફરિયાદ

આ તરફ ઉત્તર ગુજરાત પર ગોળ રાજપૂત સમાજના પ્રમુખ દ્વારા ઊંઝા પોલીસ મથકે પરશોત્તમ રૂપાલા સામે વિરોધ અરજી આપવામાં આવી હતી. ક્ષત્રિય સમાજ વિરુદ્ધ સામાજિક દરજ્જાને લાંછન લગાવતી અભદ્ર બોલી વિરુદ્ધ કાર્યવાહી થવા માટે ૧૫૩ / એ મુજબ કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી હતી. રાજપૂત મનુસિંહ જગુજી દ્વારા ઊંઝા પોલીસ મથકે ફરિયાદ માટે અરજી આપવામાં આવી હતી.

મોડાસામાં પણ રાજપૂત સમાજ દ્વારા વિરોધ

અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.50 થી વધુ આગેવાનો એકઠા થયા હતા અને પરશોત્તમ રૂપાલાની ટીકીટ કાપવામાં આવે તેવી માંગ કરી હતી.ટીકીટ રદ નહિ થાય તો રાજપૂત સમાજ ભાજપનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

સાક્ષીઓ સાથે હાજર રહેવા કોર્ટએ મને આદેશ કર્યો

આ તરફ કોંગ્રેસના અગ્રણી આદિત્યસિંહ ગોહિલનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે મેં ગઈકાલે રાજકોટની કોર્ટમાં પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આગામી 15 તારીખ ના રોજ મારે સાક્ષીઓ સાથે હાજર રહેવા કોર્ટએ મને આદેશ કર્યો છે. રૂપાલાના નિવેદન બાદ કોઈ માફી ન હોઈ શકે અને પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવામાં આવે..

રૂપાલાના નિવાસ સ્થાને પણ બંદોબસ્તમાં વધારો

બીજી તરફ પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણીનો મામલો ગરમાતા રાજકોટમાં પરશોત્તમ રૂપાલાની સુરક્ષામાં વધારવામાં આવી છે. હુમલાની શક્યતાને કારણે બંદોબસ્ત ગોઠવાયો છે. એજન્સીઓ દ્વારા ઇનપુટ આપતા પોલીસ એક્શન મોડમાં આવી છે અને પોલીસ એસ્કોર્ટ અને ગાર્ડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રૂપાલાના નિવાસ સ્થાને પણ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો— Big Breaking : સાબરકાંઠામાં ફરી બદલાશે ઉમેદવાર..?

આ પણ વાંચો— Banaskantha : પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ કોંગ્રેસને કર્યા રામ રામ

આ પણ વાંચો— Jamnagar Lok Sabha : આ બેઠક જે જીતે તે કેન્દ્રમાં બનાવે છે સરકાર