+

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની કાર્યવાહી શરુ

રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઇને તમામ લોકો ચિંતિત હતા. ત્યારે અત્યારે આ અંગે સારા સમાચાર આવી રહ્યા છે. યુક્રેનમાં ફસાાયેલા ભારતીય નાગરિકો, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે તેમના ત્યાંથી નિકળવાની શરુઆત થઇ ગઇ છે. આ તમામ લોકોને હવે રોમાનિયાના રસ્તે થઇને ભારત પરત લાવવામાં આવશે. અત્યારે પશ્ચિમ યુક્રેનના ચેર્
રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઇને તમામ લોકો ચિંતિત હતા. ત્યારે અત્યારે આ અંગે સારા સમાચાર આવી રહ્યા છે. યુક્રેનમાં ફસાાયેલા ભારતીય નાગરિકો, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે તેમના ત્યાંથી નિકળવાની શરુઆત થઇ ગઇ છે. આ તમામ લોકોને હવે રોમાનિયાના રસ્તે થઇને ભારત પરત લાવવામાં આવશે. અત્યારે પશ્ચિમ યુક્રેનના ચેર્નિત્સિ અને લિવ્હિવ શેહરમાં વિદેશ મંત્રાલયના કેમ્પ સક્રિય થઇ ગયા છે. 

આ અંગેની તસવીરો પણ સામે આવી છે, જેમાં 20થી 25 વિદ્યાર્થીઓ વતન પરત ફરવા માટે રવાના થતા ખુશ દેખાઇ રહ્યા છે. આમ જોઇએ તો ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકો અને વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની તૈયારી ગઇકાલથી જ શરુ કરી દીધી હતી. વિદેશ મંત્રાલયની ગઇકાલની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે પોલેન્ડ અને હંગેરીના રસ્તે આ લોકોને બહાર કાઢવામાં આવશે. અત્યારની સ્થિતિ મુજબ આજે રાત્રે નવ કલાકે દિલ્હીથી રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ માટે એક ફ્લાઇટ રવાના થશે. તો મુંબઇથી પણ 10:30 કલાકે એક ફ્લાઇટ બુખારેસ્ટ રવાાના થશે અને ત્યાંથી વિદ્યાર્થીઓને પરત લવાશે. આ બંને ફ્લાઇટ એર ઇન્ડિયાની છે.
ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે યુક્રેનમાં અત્યારે અંદાજે 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ ફસાયેલા છે. ગઇકાલથી જે તસવીરો સામે આવી રહી છે કે તેમાં વિદ્યાર્થીઓ બંકરોમાં છુપાયોલા છે. તો કેટલાય વિદ્યાર્થીઓના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં તેઓ ભારત સરકારને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે. જેના કારણે સરકારે હવે વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી પરત લાવવાનું મિશન શરુ કર્યુ છે. ગઇ કાલે પુતિન સાથે વાતચીત દરમિયાન પણ  નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
Whatsapp share
facebook twitter