- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર લગાવ્યો આરોપ
- કોંગ્રેસ સામે સમાજને તોડવાનો આરોપ લગાવ્યો
- કોંગ્રેસની નીતિ છે કે હિંદુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવો
- કોંગ્રેસ કોઈપણ રીતે હિંદુ સમાજમાં આગ ભડકતી રહે તેવું ઇચ્છે છે
PM Modi on Hindus : હરિયાણામાં ફરી સત્તા પ્રાપ્ત કર્યા બાદ હવે ભાજપની નજર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ટકેલી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્રમાં ડિજિટલ માધ્યમ દ્વારા રૂ. 7,600 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસની ફોર્મ્યુલા ભાગલા પાડો અને રાજ કરો (PM Modi on Hindus) ની છે… કોંગ્રેસના ષડયંત્રોથી સાવધાન રહેવાની જરૂર છે. કોંગ્રેસે ખેડૂતોને ઉશ્કેર્યા હતા
કોંગ્રેસ સામે સમાજને તોડવાનો આરોપ લગાવ્યો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ સંપૂર્ણ રીતે સાંપ્રદાયિક અને જાતિવાદ પર ચૂંટણી લડે છે. હિંદુ સમાજને તોડીને તેની જીતની ફોર્મ્યુલા બનાવે છે, આ કોંગ્રેસની રાજનીતિનો આધાર છે. કોંગ્રેસ સર્વજન હિતાય-સર્વજન સુખાયની ભારતની પરંપરાનું દમન કરી રહી છે. સનાતન પરંપરાનું દમન કરે છે.
આ પણ વાંચો—PM Narendra Modi એ કહ્યું, હરિયાણાને લોકોએ ચોતરફ કમળથી પ્રફુલ્લિત કર્યું છે
કોંગ્રેસની નીતિ છે કે હિંદુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવો
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની નીતિ છે કે હિંદુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવો…કોંગ્રેસ જાણે છે કે જેટલા હિંદુઓ વિભાજિત થશે, તેટલો તેને ફાયદો થશે. કોંગ્રેસ કોઈપણ રીતે હિંદુ સમાજમાં આગ ભડકતી રહે તેવું ઇચ્છે છે, જેથી જ્યાં પણ ભારતમાં ચૂંટણી થાય છે, કોંગ્રેસ એ જ ફોર્મ્યુલા લાગુ કરે છે.
મહારાષ્ટ્રના લોકોએ ભાજપને મત આપવો જોઈએ
પીએમ મોદીએ કહ્યું કે મને દ્રઢપણે વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના લોકો આજે સમાજને તોડવાના આવા દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવશે. દેશના વિકાસને સર્વોપરી રાખીને મહારાષ્ટ્રની જનતાએ એક થઈને ભાજપ, મહાયુતિને સમર્થન આપી તેને મત આપવા પડશે.
કોંગ્રેસે યુવાનોને ટાર્ગેટ બનાવ્યા
વડાપ્રધાને પોતાના સંબોધનમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસે યુવાનોને ટાર્ગેટ બનાવ્યા અને તેમને અલગ-અલગ રીતે ભડકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હરિયાણાના યુવાનો, બહેનો અને દીકરીઓ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માત્ર ભાજપ પર વિશ્વાસ કરી રહી છે.
આ પણ વાંચો-—PM Narendra Modi એ મુંબઈની મેટ્રોની કરી સવારી, યાત્રીઓ સાથે કરી વાતચીત…