Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Prashant Vihar Blast: દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલ પાસે થયો બોમ્બ બ્લાસ્ટ

02:48 PM Oct 20, 2024 |
  1. રોહિણી પ્રશાંત વિહાર વિસ્તારમાં થયો બોમ્બ બ્લાસ્ટ
  2. વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટ અને ફોસ્ફરસનો ઉપયોગ થયાનું અનુમાન
  3. 2011માં દિલ્હી હાઈકોર્ટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટના બની

Prashant Vihar Blast: આજે દિલ્હીમાં બોમ્બથી આતંક મચાવવાનું ઘટના સામે આવી છે. દિલ્હીમાં આવેલા રોહિણી પ્રશાંત વિહાર વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયાની વિગતો મળી છે. ઘટનાની જાણ થતાની સાથે Delhi Polcoe, સ્પેશિયલ સેલ, CRPF, FSL ટીમ, NSG અને IBની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી દીધી છે. વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટ અને ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

વિસ્ફોટમાં કોઈ મુસ્લિમ કટ્ટરપંથીનો હાથ હોય તેવું અનુમાન

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસને ઘટના સ્થળેથી સફેદ પાવડર પણ મળી આવ્યો હતો. તેની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસ અને CRPF એ સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો છે.આ સાથે ટીમ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિસ્ફોટમાં વપરાયેલી સામગ્રી કોઈ સ્થાનિક બજારમાંથી ખરીદવામાં આવી હોઈ શકે છે તેવું પોલીસે જણાવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ વિસ્ફોટમાં કોઈ મુસ્લિમ કટ્ટરપંથીનો હાથ હોય તેવું પણ પોલીસનું અનુમાન છે.

આ પણ વાંચો: Bihar: લ્યો બોલો! પતિ 4 વર્ષ જેની હત્યાના ગુના માટે જેલમાં રહ્યો તે પત્ની તો જીવતી નીકળી

2011માં દિલ્હી હાઈકોર્ટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટના

પોલીસે જણાવ્યું કે, બોમ્બના સમયમાં ભૂલ હતી, નહીં તો વધારે નુકસાન પણ થઈ શક્યું હોત. જો કે, આ દરમિયાન એક વ્યક્તિએ તેની ટેરેસ પરથી આ ઘટનાનો વીડિયો બનાવ્યો છે. પોલીસે વધુમાં એવી પણ જાણકારી આપી છે કે, જે કન્ટેનરમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો તે બહુ ચુસ્ત ન હતો. જો તે કન્ટેનર ચુસ્ત હોત તો વધુ નુકસાન થઈ શક્યું હોત. આ વિસ્ફોટની ઘટના 2011માં દિલ્હી હાઈકોર્ટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ જેવી જ છે. આવો જ એક બ્લાસ્ટ 25 મે 2011ના રોજ દિલ્હી હાઈકોર્ટના કાર પાર્કિંગમાં થયો હતો. જો કે, તેમાં કોઈ વધારે નુકસાન નહોતું થયું.

આ પણ વાંચો: ‘વધારે બાળકો પેદા કરો’ ચંદ્રબાબુ નાયડુએ લોકોને આપી સલાહ, જાણે શું છે કારણ

કેસ સ્પેશિયલ સેલને સોંપવામાં આવે તેવો પણ આદેશ

પ્રશાંત વિહાર બ્લાસ્ટ કેસ મામલે અત્યારે દિલ્હી પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનને વિસ્ફોટકો અધિનિયમ અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની કલમો હેઠળ કેસ નોંધવાની સૂચના આપી દીધી છે. એટલું જ નહીં પરંતુ આ કેસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપવામાં આવે તેવો પણ આદેશ કરવામાં આવ્યો છે. જેમાં કેસની તપાસ સ્પેશિયલ સેલના ACP અને DCP સ્તરના અધિકારીઓ કરશે. અત્યારે પોલીસે એક્સપ્લોઝિવ એક્ટની કલમ 3 અને 4 અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની ફોજદારી કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો: Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી માવઠા સાથે વાવાઝોડાની આગાહી આપી