Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Porbandar : કુખ્યાત Bhima Dula ફરી એકવાર પોલીસનાં સંકજામાં! હવે આ કેસમાં થઈ અટકાયત

11:23 PM Oct 19, 2024 |
  1. Porbandar ના કુખ્યાત ભીમા દુલાને લઈ મોટા સમાચાર
  2. જામીન પર છૂટ્યા બાદ ફરી ભીમા દુલા પોલીસ સંકજામાં
  3. રાણાવાવ પોલીસે પ્રોહિબિશનનાં કેસમાં કરી અટકાયત
  4. ભીમા દુલા સામે પોલીસ કાર્યવાહીથી રાજકારણમાં ગરમાવો

પોરબંદરમાં (Porbandar) કુખ્યાત ગેંગનાં લીડર Bhima Dula ની ફરી એકવાર અટકાયત કરવામાં આવી છે. રાણાવાવ પોલીસે પ્રોહિબિશનનાં એક કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભીમા દુલા ઓડેદરાની અટકાયત કરી છે. જણાવી દઈએ કે, ગઈકાલે મારામારીના કેસમાં ધરપકડ થઈ હતી જ્યારે આજે ભીમા દુલાને કોર્ટે જામીન પણ આપ્યા હતા.

આ પણ વાંચો – Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા અંગે મોટા સમાચાર, ગઈકાલે ધરપકડ, આજે જામીન!

પોલીસે પ્રોહિબિશનનાં કેસમાં કરી અટકાયત

પોરબંદરમાં (Porbandar) ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભીમા દુલા ઓડેદરાને (Bhima Dula Odedara) પોલીસે ફરી એકવાર સકંજામાં લીધો છે એટલે કે એકવાર ફરી ભીમા દુલાની અટકાયત કરવામાં આવી છે. માહિતી મુજબ, પ્રોહિબિશનનાં એક કેસમાં રાણાવાવ પોલીસે ( Ranawav Police) તેની અટકાયત કરી છે. જો કે, ભીમા દુલા ઓડેદરા પર પોલીસની કડક કાર્યવાહીથી પોરબંદરનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચો – Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાના પુત્ર અને પુત્રવધુ સામે દાખલ થયો ગુનો, જાણો કારણ

જામીન પર છૂટ્યા બાદ ફરી ભીમા દુલા પોલીસ સંકજામાં

જણાવી દઈએ કે, ગઈકાલે મારામારીનાં કેસમાં ભીમા દુલાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજે કોર્ટથી ભીમા દુલાને જામીન મળ્યા હતા. પરંતુ, જામીન પર છૂટ્યા બાદ ભીમા દુલા ફરી રાણાવાવ પોલીસના સંકજામાં આવ્યો છે. ગઈકાલે હથિયારોનાં લાઇસન્સની શરતનો ભંગ કરવા બાબતે રાણાવાવ પોલીસે ભીમા દુલા ઓડેદરાના પુત્ર લખમણ ઓડેદરા (Lakhman Odedara) અને પુત્રવધુ સંતોકબેન ઓડેદરા સામે ગનો નોંધ્યો હતો અને ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા (Bhima Dula Odedara) સહિત 4 લોકોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો – Amreli : આંબરડી ગામે પરિવાર પર આભ ફાટ્યું! 2 માસૂમ સહિત 5 સભ્યોને ગુમાવ્યાં