- કોલકાતા રેપ વીથ મર્ડરના આરોપી સંજય રોય સહિત 7 લોકોના પોલિગ્રાફ ટેસ્ટ શરુ
- સંમતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે મેજિસ્ટ્રેટની સામે રડવા લાગ્યો
- તેણે કોઇ ગુનો કર્યો હોવાનો ઇન્કાર કર્યો
Kolkata rape : કોલકાતા રેપ વીથ મર્ડર (Kolkata rape)ના આરોપી સંજય રોય સહિત 7 લોકોના પોલિગ્રાફ ટેસ્ટ શરુ થઇ ગયા છે. કોર્ટમાં જ્યારે તેને પોલિગ્રાફ ટેસ્ટ માટે તેની સંમતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે મેજિસ્ટ્રેટની સામે રડવા લાગ્યો હતો અને તેણે કોઇ ગુનો કર્યો હોવાનો ઇન્કાર કર્યો હતો.
મેં કોઈ ગુનો કર્યો નથી. મને ફસાવવામાં આવી રહ્યો છે
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મુખ્ય શંકાસ્પદ સંજય રોયે પોતે કોઈ ગુનો કર્યો હોવાનો ઇનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે તેને ફસાવવામાં આવી રહ્યો છે. કોર્ટમાં જ્યારે તેને પોલિગ્રાફ ટેસ્ટ માટે તેની સંમતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે મેજિસ્ટ્રેટની સામે રડ્યો હતો. રડતાં રડતાં તેણે કહ્યું, ‘મેં કોઈ ગુનો કર્યો નથી. મને ફસાવવામાં આવી રહ્યો છે. પોલીગ્રાફ ટેસ્ટથી સત્ય સાબિત થશે.
આ પણ વાંચો—Attack: કોલકાતામાં ગુંડારાજ, આ અભિનેત્રી પર કરાયો હુમલો
કોલકાતાની CGO ઓફિસમાં પોલીગ્રાફ ટેસ્ટ
સિયાલદહ કોર્ટમાંથી 7 લોકોના પોલીગ્રાફ ટેસ્ટની પરવાનગી મળ્યા બાદ કોલકાતાની CGO ઓફિસમાં હાલ પોલીગ્રાફ ટેસ્ટ શરૂ થયો છે.
CFSLના નિષ્ણાતોએ જેલમાં તેની પોલીગ્રાફી કરી
સંજય રોયને શુક્રવારે બપોરે કડક સુરક્ષા વચ્ચે કોલકાતાની સિયાલદાહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM)એ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. કોર્ટે શુક્રવારે તેના પોલીગ્રાફ ટેસ્ટની મંજૂરી આપી હતી, ત્યારબાદ શનિવારે સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ થયો હતો. દિલ્હીથી કોલકાતા પહોંચેલા સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)ના નિષ્ણાતોએ જેલમાં તેની પોલીગ્રાફી કરી હતી.
સંજયના વકીલે તેને નિર્દોષ ગણાવ્યો
બીજી તરફ સંજય રોયના વકીલ કબિતા સરકારે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘મારા ક્લાયંટ સંજય રોય પણ ઇચ્છે છે કે તેમનો પોલીગ્રાફ ટેસ્ટ થાય, કારણ કે તેનાથી સત્ય બહાર આવશે. તે નિર્દોષ છે અને તેનું નામ સાફ કરવા પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માંગે છે.’ સંજય રોયના બચાવ માટે કબિતા સરકારની નિમણૂક કરવામાં આવી છે, કારણ કે અન્ય કોઈ વકીલ તેનો કેસ લડવા તૈયાર ન હતા.
આ પણ વાંચો—– Kolkata ની ઘટનાના નરાધમની પ્રથમ તસવીર આવી સામે
ઘટનાની રાત્રે 4 વાગ્યે રોય હોસ્પિટલના સેમિનાર હોલમાં પ્રવેશતા જોવા મળ્યો
CCTV ફૂટેજ અને પીડિતાના મૃતદેહ પાસે મળેલા બ્લૂટૂથ ડિવાઇસના પુરાવાને પગલે સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાની રાત્રે 4 વાગ્યે રોય હોસ્પિટલના સેમિનાર હોલમાં પ્રવેશતા જોવા મળ્યો હતો જ્યાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા કેસને લઈને કોલકાતા સહિત દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રેસિડેન્ટ ડોક્ટરો ન્યાયની માંગ સાથે કામ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે
આરજી કાર હોસ્પિટલ સહિત કોલકાતાના તમામ રેસિડેન્ટ ડોક્ટરો ન્યાયની માંગ સાથે કામ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામ મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ભૂમિકા પર ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન, કોર્ટે મેડિકલ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય ચાર ડોક્ટરોના લાઇ-ડિટેક્ટર ટેસ્ટને પણ મંજૂરી આપી છે, જેઓ 8-9 ઓગસ્ટની રાત્રે ફરજ પર હતા.
આ પણ વાંચો— Kolkata Rape Case: સંજય તો નિકળ્યો ‘જાતીય વિકૃત’..