Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પોલેન્ડ સરકારનો નિર્ણય, યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા વગર પ્રવેશ આપશે

08:37 PM Apr 22, 2023 | Vipul Pandya

આજે સતત ચોથા દિવસે રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ શરુ છે. તો બીજી તરફ સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ ચાલી રહ્યું છે. જે મારફત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. હજુ પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે અને મદદ માટેની અપીલ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને તેના પાડોશી દેશો રોમાનિયા અને પોલેન્ડના રસ્તે ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે બાકીના ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાની રાહ વધારે સરળ બની છે. 


પોલેન્ડ સરકારનો મહત્વનો નિર્ણય
પોલેન્ડ સરકાર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં પોલેન્ડના રાજદૂત એડમ બુરાકોવ્સ્કીએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે ભારતીય વિદ્યાર્થીઓને વિઝા વગર પોલેન્ડમાં એન્ટ્રી આપવામાં આવશે. તેમણે કહ્યું કે રશિયન આક્રમણથી બચવા માટે યુક્રેનથી આવનારા ભારતીય વિદ્યાર્થીઓ વિઝા વગર જ પોલેન્ડમાં પ્રવેશ કરી શકશે.

ભારતીયો માટે યુક્રેન રેલવેની વિશેષ ટ્રેન
યુક્રેનમાં ભસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે યુક્રેન રેલવે દ્વારા વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ અંગે ભઆરતીય એમ્બેસી દ્વારા કરાયેલા ટ્વિટ અનુસાર યુક્રેન રેલ્વે કિવથી મફતમાં ઈમરજન્સી ટ્રેનો ચલાવી રહી છે. તેમનું ટાઇમ ટેબલ સ્ટેશનો પર જોઈ શકાશે. ભારતીય નાગરિકોને સુરક્ષાની સ્થિતિ અને વર્તમાન નિયમોને ધ્યાનમાં રાખીને તણાવગ્રસ્ત વિસ્તારોમાંથી પશ્ચિમી વિસ્તારોમાં જવાની સલાહ આપવામાં આવી છે. એટલે કે આ ટ્રેન મારફતે વિદ્યાર્થીઓને યુક્રેનના પશ્ચિમી વિસ્તારમાં લઇ જવાશે અને ત્યાંથી તેમને ભઆરત સરકારની વ્યવસ્થા પ્રમાણે પડોશી દેશોમાં થઇને ભારત લઇ જવાશે.

ફ્લાઇટોની સંખ્યા વધારાશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને સરકારના ખર્ચે દેશમાં પરત લાવવામાં આવશે. અમે યુક્રેનના પડોશી દેશોની પરવાનગી લઈને આ માટે ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.