Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સ્પાની આડમાં દેહવિક્રિયનો ગોરખધંધો, વસ્ત્રાપુર લેકની સામેથી જ ઝડપાયું કુટણખાનું

08:53 PM Apr 22, 2023 | Vipul Pandya

અમદાવાદના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાંથી પોલીસે કુટણખાનું ઝડપી પાડયું છે. શહેર ક્રાઈમ બ્રાંચનાં પોલીસ અધિકારીઓ પેટ્રોલીંગમાં હતાં, તે સમયે તેમને બાતમી મળી હતી કે, ‘વસ્ત્રાપુર લેક સામે આવેલા આમ્રપાલી લેક વ્યૂ ટાવરમાં સ્પાની આડમાં દેહવિક્રિયનો ગોરખધંધો ચાલે છે’. પોલીસે ટાવરમાં આવેલા હેપ્પી ઈન્ટરનેશનલ સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો.ડમી ગ્રાહક સ્પામાં પ્રવેશતા જ ત્યાં 4 અલગ અલગ રૂમો સાથે યુવતીઓ પણ હાજર હતી. ડમી ગ્રાહકે પોલીસને ઈશારો કરતા જ પોલીસ અધિકારીઓએ સ્પામાં રેડ કરી હતી.રેડ સમયે સ્પાનાં કાઉન્ટર ઉપર દિલીપ ઠાકોર નામનો મેનેજર પણ મળી આવ્યો હતો.

ગ્રાહક દીઠ 250 રૂપિયા લેખે પૈસા અપાતા હતા
મેનેજરની તપાસ અને પૂછપરછ કરતા સામે આવ્યું કે,આ સ્પાનું સંચાલન હેપી પપ્પુ નામની મહિલા  કરે છે. સ્થળ તપાસ કરતા ત્યાં નાની-નાની 4 પાટીશન રૂમોમાં 4 યુવતીઓ હાજર મળી આવી હતી. યુવતીઓની પૂછપરછ કરતા તેઓને આરીફ રસીદ તેમજ દિલીપ ઠાકોર દેહવિક્રેય માટે અહીં લાવ્યા હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું, તેમજ સ્પાના સંચાલક અને મેનેજર તેઓને બપોરે 12 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ સ્પામાં રાખતા હતા અને ગ્રાહક દીઠ 250 રૂપિયા આપતા હોવાનું પણ જણાવ્યું હતું.

સ્પાનાં સંચાલક હેપી પપ્પુને ઝડપવા કવાયત
સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ધી ઈમોરલ ટ્રાફિક એક્ટની કલમ 3,4,5 તેમજ 7 મુજબ ગુનો દાખલ કરી પોલીસે આરોપી મેનેજરની ધરપકડ કરી હતી. તેમજ સ્પાનાં સંચાલક હેપી પપ્પુને ઝડપવા કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે, વસ્ત્રાપુર લેક શહેરનાં પોશ વિસ્તારમાંનો એક વિસ્તાર છે જ્યાં આસપાસમાં અનેક શ્રીમંત પરિવારો વસવાટ કરે છે અને તેવામાં સ્પાની આડમાં કુટણખાનું ઝડપાતા લોકોમાં નારાજગી જોવા મળી છે.