Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હાથમાં લાકડી લઈને PGVCLમાં હોબાળો કરનાર મહિલા કોર્પોરેટર સામે ફરિયાદ

10:55 AM Oct 11, 2024 |
  • જામનગરમાં કોર્પોરેટરની દાદાગીરી આવી સામે
  • કોર્પોરેટર રચના નંદાણિયાનું અધિકારી સામે ગેરવર્તન
  • PGVCLકચેરી જઈને કર્યો બિલને લઈને હોબાળો
  • હાથમાં લાકડી લઈને કચેરીમાં જઈ કર્યો હોબાળો
  • સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતા કોર્પોરેટરે બબાલ કરી હતી.
  • કોર્પોરેટર સામે પોલીસમાં નોંધાયો ગુનો

PGVCL : જામનગરના કોર્પોરેટર રચના નંદાણિયાએ PGVCLના અધિકારી સામે ગેરવર્તન કરતા તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ગઇ કાલે રચના નંદાણિયાએ હાથમાં લાકડી રાખીને PGVCLકચેરી જઈને લાઇટ બિલને લઈને હોબાળો કર્યો હતો.

રચના નંદાણિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પીજીવીજીસીએલ કચેરીમાં દંડો લઈને પહોંચેલી કોર્પોરેટરે અધિકારીને કેબિનમાં ઘુસીને ખખડાવ્યા હતા ઘરમાં લાઈટબિલ વધુ આવતા કોર્પોરેટર મહિલા અધિકારીને ખખડાવવા પહોંચ્યા હતા.અને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો–Jamnagar ના Kadiyawad વિસ્તારમાં સુવિખ્યાત સળગતી ઈંઢોણી રાસ, જુઓ આ Video

અધિકારી અજય પરમારે મહિલા કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પીજીવીજીસીએલના અધિકારીને ધમકાવીને ડરાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા અધિકારી અજય પરમારે મહિલા કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેથી કોર્પોરેટર રચના નંદાણિયા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો અને કાર્યવાહી કરી હતી. ફરિયાદી અધિકારીનો ફોન લૂંટ કરી નુકસાન કર્યુ હતુ જેને લઈ ફરજમાં રૂકાવટ જાનથી મારી નાખવાની ધમકી અને અધિકારીને જાતિ પ્રત્યે અપમાનિત કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

સ્માર્ટ મીટર લગાવવાથી બિલ વધુ આવતા વિરોધ

ઉલ્લેખનિય છે કે કોર્પોરેટરના ઘેર સોલાર સિસ્ટમ હોવા છતાં તેમનું લાઇટ બિલ વધારે આવ્યું હતું જેથી તેમનો પિત્તો ગયો હતો અને તેઓ લાકડી લઇને વીજ વિભાગની કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. રચના નંદાણિયાએ ગરીબ લોકોને સ્માર્ટ મીટરના નામે લુંટાતા હોવાનો આક્ષેપો કર્યો હતો. હાથમાં લાડકી લઈ રચના નંદાણીયા વીજકચેરી ખાતે પહોંચ્યા હતા. અને અધિકારી સાથે બોલાચાલી કરી હતી. સ્માર્ટ મીટર લગાવવાથી બિલ વધુ આવતા વિરોધ કર્યો હતો. જે બાદ પોલીસને બોલાવાની ફરજ પડી હતી. પોલીસે મહિલા કોર્પોરેટરની અટકાયત કરી હતી.

આ પણ વાંચો–Jamnagar માં નવરાત્રિની કરાઈ રહી છે ઉજવણી, અંબિકા ગરબી મંડળ દ્વારા ગરબાનું આયોજન