- PM મોદીના જન્મસ્થળ વડનગર પહોંચ્યા ભજન સમ્રાટ
- PM મોદીને અનુપ જલોટાએ આપી અનોખી શુભેચ્છા
- હું ભાગ્યશાળી છું કે વડનગર આવવાનો મોકો મળ્યોઃ અનુપ જલોટા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Modi’s Birthday) નિમિત્તે ગુજરાત સહિત દેશ-વિદેશોમાં વિવિધ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાનનાં જન્મસ્થળ વડનગર (Vadnagar) ખાતે પણ વિવિધ અને ભવ્ય ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે ભજન સમ્રાટ અનુપ જલોટા (Anup Jalota) પણ વડનગર પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, મોદીજી મહાન છે છતાં પોતાને સેવક માને છે.
આ પણ વાંચો – Amit Shah : PM મોદી બાદ હવે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગુજરાત!
મારી દ્રષ્ટિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અવતાર પુરુષ છે : અનુપ જલોટા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે (PM Modi’s Birthday) વડનગરમાં હાટકેશ્વર મંદિર (Hatkeshwar Temple) ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભજન સમ્રાટ અનુપ જલોટા પણ વડનગર પહોંચ્યા છે. અહીં તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સૌથી પહેલા હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. PM મોદીજી એટલા મહાન વ્યક્તિ છે કે જે પોતાને સેવક માને છે. મારી દ્રષ્ટિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અવતાર પુરુષ છે. ઈશ્વરે તેમને મોકલ્યા છે કે જાઓ કામ પૂરા નથી થતાં એ તમે પૂરા કરો.
આ પણ વાંચો – PM Modi’s Birthday : વડનગરથી સોમાભાઈ મોદીએ નાના ભાઈને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું ?
‘વડનગર મારા માટે પવિત્ર સ્થાન છે’
સિંગર અનુપ જલોટાએ વધુમાં કહ્યું કે, અમે અમેરિકા (America) જઈએ અને ભારતીય પાસપોર્ટ જોવે તો પણ મોદીજીને યાદ કરે છે. હું ભાગ્યશાળી છું, વડનગર મારા માટે પવિત્ર સ્થાન છે. મોદીજીને આમંત્રિત નથી કર્યા પણ અમને આદેશ કર્યો છે, અમે મોદીજીનાં આદેશનું પાલન કરવા આવ્યા છીએ. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રિય ભજન ‘ઐસી લાગી લગન…મીરાં હો ગઈ મગન …’ પણ ગાયું હતું. જણાવી દઈએ કે આજે અનુપ જલોટા વડનગરનાં હાટકેશ્વર મંદિર ખાતે ભજન સંધ્યામાં રમઝટ બોલાવશે.
આ પણ વાંચો – Junagadh : PM મોદીને લખેલા જવાહર ચાવડાના પત્રે રાજકારણ ગરમાવ્યું! આ નેતા પર કર્યા ગંભીર આક્ષેપ