-
PM Modi બે દિવસના પ્રવાસે Brunei પહોંચ્યા છે
-
પ્રખ્યાત મસ્જિદમાં PM Modi નું સ્વાગત કર્યું હતું
-
Brunei ના સમૃદ્ધ ઈસ્લામિક વારસાને પ્રતિબિંબિત કરે છે
PM Modi visits Brunei : વડાપ્રધાન નરેન્દ્ર મોદી Brunei ની મુલાકાતે છે. આજે તેમની અહીં મુલાકાતનો પ્રથમ દિવસ હતો. ભારતીય સમુદાયોને મળવા ઉપરાંત તેમણે એક પ્રખ્યાત મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. તે બંદર સેરી બેગવાનમાં ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદ પહોંચ્યા હતાં. પીએમની આ મુલાકાત બંને દેશોના સંબંધોમાં મહત્વની ક્ષણ હતી. આજના એજન્ડામાંથી મુક્ત થયા પછી, PM Modi એ પેરાલિમ્પિક એથ્લેટ્સ સાથે ફોન પર વાત પણ કરી.
PM Modi બે દિવસના પ્રવાસે Brunei પહોંચ્યા છે
PM Modi ની મુલાકાત સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના પીએમના એજન્ડાનો એક ભાગ છે. PM Modi બે દિવસના પ્રવાસે Brunei પહોંચ્યા છે. PM Modi જેવા Brunei ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. ત્યારે ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. PM Modi એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ વિશે જણાવ્યું અને વાત કરતી વખતે તસવીર પણ શેર કરી હતી. Brunei દારુસલામમાં દિવસની ઘટનાઓ પછી, અમે અમારા પેરાલિમ્પિક ચેમ્પિયનને ફોન કર્યો અને તેમને અભિનંદન આપ્યા હતાં, ભારતને તેના એથ્લેટ્સ પર ગર્વ છે.
આ પણ વાંચો: Kolkata રેપ-મર્ડર કેસમાં 26 દિવસ બાદ હોસ્પિટલના આચાર્યને કર્યા સસ્પેન્ડ
પ્રખ્યાત મસ્જિદમાં PM Modi નું સ્વાગત કર્યું હતું
Brunei ના ધાર્મિક બાબતોના પ્રધાન પીહિન દાતો ઉસ્તાઝ હાજી આંગ બદરુદ્દીન અને આરોગ્ય પ્રધાન દાતો ડૉક્ટર હાજી મોહમ્મદ ઈશામે પ્રખ્યાત મસ્જિદમાં PM Modi નું સ્વાગત કર્યું હતું. 1958 માં બનેલી સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પણ એક સાંસ્કૃતિક વારસો પણ છે. આ મસ્જિદનું નામ Brunei ના 28 મા સુલતાનના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તેની રચના મુઘલોથી પ્રેરિત છે. મસ્જિદના નિર્માણમાં શાંઘાઈ ગ્રેનાઈટ અને ઈટાલિયન માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Brunei ના સમૃદ્ધ ઈસ્લામિક વારસાને પ્રતિબિંબિત કરે છે
મસ્જિદમાં આકર્ષક રંગીન કાચની વિગતો પણ છે, જે મુલાકાતીઓને આકર્ષે છે. તેનો 52-મીટર-ઊંચો મિનારો મધ્ય બંદર સેરી બેગવાનનો સૌથી ઊંચો મિનારો છે. જે Brunei ના સમૃદ્ધ ઈસ્લામિક વારસાને પ્રતિબિંબિત કરે છે. તેમની મુલાકાત દરમિયાન PM Modi એ ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી અને ભારત અને Brunei વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો: Uttarakhand : 4 વર્ષની માસૂમ બાળકી પર શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સામૂહિક દુષ્કર્મ