Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગાંધીનગર અને અમદાવાદને જોડતી Metro Phase-2 નો પીએમ મોદીએ કરાવ્યો શુભારંભ

03:00 PM Sep 16, 2024 |
  1. Metro Phase-2 નો એક કોરિડોર ગાંધીનગર અને અમદાવાદને જોડશે
  2. ફેઝ 2 ના 20.8 કિમીના કોરિડોર અને 8 સ્ટેશનને ખુલ્લા મુકાયા
  3. Metro Phase-2 પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા 5,384 કરોડ

Metro Phase-2: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો આજે એટલે કે 16 સપ્ટેમ્બરે શુભારંભ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, મેટ્રો ફેઝ-2 મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. એટલું જ નહીં પરંતુ Metro Phase-2 નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. જે મેટ્રોના બીજા ફેઝનો પીએમ મોદી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ‘21 મી સદીના ઇતિહાસમાં ભારતની સોલાર ક્રાંતિનો અધ્યાય સોનેરી અક્ષરે લખાશે’ RE-INVEST સમિટ PM મોદીનું સંબોધન

મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે મેટ્રો ફેઝ-2

ઉલ્લેખનીય છે કે, આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે. પીએમ નરેન્દ્ર મોદીએ ફેઝ 2 નું 20.8 કિમીના કોરિડોર અને 8 સ્ટેશનને ખુલ્લા મુક્યા છે. મોઢેરાથી સેક્ટર 1 સુધીના 15.4 કિમી અને 6 સ્ટેશન અને 5.4 કિમીના 2 સ્ટેશનના લીંક લાઈનનો સમાવેશ થાય છે. અમદાવાદ Metro રેલ પ્રોજેક્ટ ફેઝ-2 મોટેરા ગાંધીનગર વચ્ચે જોડાયેલ છે. ફેઝ 2 એ અમદાવાદ મેટ્રો ફેઝ-1 ના ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરને આગળનો વિસ્તાર છે.

આ પણ વાંચો: ઉદ્ધાટન પહેલાં રેલવેએ Vande Metroનું નામ બદલીને ‘નમો ભારત રેપિડ રેલ’ રાખવામાં આવ્યું

ફેઝ 2 પ્રોજેક્ટમાં કુલ 5,384 કરોડનો ખર્ચ થયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મુખ્ય લાઈન એ એપીએમસીથી મોટેરા લાઈનનું વિસ્તરણ છે અને મહાત્મા મંદિર સુધી જાય છે. જ્યારે શાખા લાઇન જીએનએલયુથી શરૂ થઇ ગિફ્ટ સિટી ખાતે પૂર્ણ થાય છે તેવું સામે આવ્યું છે. નોંધનીય છે કે, મેટ્રો ફેઝ 2 રેલ લાઇનની કુલ લંબાઈ 28.2 કિમી છે. જેમાં 22.8 કિમી મુખ્ય લાઇન અને 5.4 કિમી શાખા લાઇનનો સમાવેશ થાય છે. મુખ્ય લાઇનમાં 20 સ્ટેશન અને શાખા લાઇનમાં 2 સ્ટેશન નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, Metro Phase-2 પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા 5,384 કરોડ છે.

આ પણ વાંચો: Gandhinagar: મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન