Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રેમ અને બદલાની વાર્તા વાળી ફિલ્મ PHIR AAYI HASEEN DILRUBAનું TRAILER થયું RELEASE

12:53 PM Jul 25, 2024 | Harsh Bhatt

વર્ષ 2021 માં NETFLIX ઉપર એક ફિલ્મ હતી જેનું નામ હતું HASEEN DILRUBA. આ ફિલમં મુખ્ય ભૂમિકામાં તાપસી પન્નું, વિક્રાંત મેસી અને હર્ષવર્ધન રાણે જોવા મળ્યા હતા. આ ફિલ્મ સીધા જ OTT ઉપર આવી હતી. આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. ફિલ્મની મજબૂત વાર્તા, જાનદાર પર્ફોમન્સ અને દમદાર સંગીતએ સૌના દિલ જીત્યા હતા. હવે આ ફિલ્મનો બીજો ભાગ આવવા માટે તૈયાર છે. આ ફિલ્મના સિક્વલનું નામ PHIR AAYI HASEEN DILRUBA રાખવામાં આવ્યું છે. ફિલ્મનું તાજેતરમાં જ NETFLIX ની ચેનલ ઉપર RELEASE કરવામાં આવ્યું છે. લોકોને આ ટ્રેલર પણ ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

PHIR AAYI HASEEN DILRUBA નું ટ્રેલર થયું RELEASE

વિક્રાંત મેસી અને તાપસી પન્નુ હવે ફરી એક વખત એક થવા માટે તૈયાર છે. હવે આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે. કનિકા ધિલ્લોન દ્વારા લખાયેલ અને સહ-નિર્મિત અને કલ્પનાશીલ જયપ્રદ દેસાઈ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મનો ઉદ્દેશ્ય તાપસી અને વિક્રાંતના પાત્રોના જીવનને વધુ ઊંડાણમાં ઉતારવાનો છે. બંનેની આ લવસ્ટોરી ઘણી જ અજીબ હશે. આ ટ્રેલરમાં આપણને લવ સ્ટોરી, રોમાન્સથી માંડીને થ્રીલ સુધી બધુ જ જોવા મળે છે.

શું છે ફિલ્મની વાર્તા

 

 

 

 

 

 

 

 

 

 

 

આ ટ્રેલરમાં આપણને રાની અને રિશુની ઝલક જોવા મળે છે જે તેમના મુશ્કેલ ભૂતકાળને પાછળ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ, તેઓ નવી મુશ્કેલીઓના જાળમાં ફસાઈ જતા જોવા મળે છે. રહસ્યમય અભિમન્યુ જેવા નવા ચહેરાઓની એન્ટ્રી, સન્ની કૌશલ દ્વારા ભજવવામાં આવે છે, તેઓ શાંત જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી તેમની યોજનાઓને અસ્વસ્થ કરે છે. ઓફિસર મૃત્યુંજય, જેને મોન્ટુ ચાચા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે જિમી શેરગીલ દ્વારા ભજવવામાં આવે છે તે એક નવો ટોચનો કોપ છે જેઓ તેમના જૂઠાણાંના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે કટિબદ્ધ છે.

તાપસીને HIT ફિલ્મની તલાશ

તાપસી પન્નુંની લાંબા સમયથી કોઈ ફિલ્મ HIT રહી નથી. તેમની છેલ્લી ફિલ્મ DUNKI આવી હતી, પરંતુ તેની સફળતાનો શ્રેય SRK અને RAJKUMAR HIRANI ને અપાયો હતો. હવે તાપસી મુખ્ય ભૂમિકામાં રહીને એક HIT ફિલ્મ આપવા માટે બેતાબ છે. PHIR AAYI HASEEN DILRUBA ફિલ્મ NETFLIX ઉપર 9 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મને PRODUCE આનંદ એલ રાય, હિમાંશુ શર્મા, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Aaj Ki Raat Song: STREE-2 નું પ્રથમ સોંગ થયું રિલીઝ, ‘આજની રાત’ માં તમન્નાએ લગાવી આગ