Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ધ્યાન આપવું જોઈએ, આ ફળો ખાવાથી થઇ શકે છે અનેક ફાયદાઓ

08:42 AM Apr 28, 2023 | Vipul Pandya

આજકાલ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધુ જોવા મળી રહી છે . તેવામાં  હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ કયા ફળ ખાવા જોઈએ, જેથી તેમનું  બીપી પણ  નિયંત્રણમાં રહે. વધતા  જતા બ્લડ પ્રેશરને કારણે  હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક જેવી સમસ્યાઓ  પણ  થતી  હોય છે . જો આવી સ્થિતિ  હોય તો તેવા  દર્દીઓએ  ખાસ  ધ્યાન   રાખવું  જોઈએ . અમુક એવા ફાળો છે જેમનું નિયમિત સેવન કરવાથી  તમને અનેક લાભ  થતા હોય છે .
હાઈ બ્લડ પ્રેશરના દર્દીએ કેળું  ખાવું જોઈએ. કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરે છે. એટલે કે, જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો તમારે દરરોજ તમારા આહારમાં 1 થી 2 કેળા ચોક્કસપણે ખાવા જોઈએ.
હાઈ બ્લડપ્રેશરના દર્દીએ પણ સફરજન ખાવું જોઈએ. એવું માનવામાં આવે છે કે દરરોજ એક સફરજન ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. તમને જણાવી દઈએ કે સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ઘણી સમસ્યાઓ દૂર કરે છે. એટલે કે જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો રોજ એક સફરજન ખાવું જોઈએ. આ સિવાય તરબૂચ, કીવી અને નારંગી પણ ખાઈ શકાય છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
તરબૂચ  બીપીના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં એમિનો એસિડ, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ, જેવા પોષક તત્વો મળી આવે છે.  જે  બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત   નિયમિત  રીતે  કસરત પણ કરવી જોઈએ . કસરત  કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે . 
 આ ઉપરાંત તમે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ફળો સિવાય તમે દહીં પણ ખાઈ શકો છો. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામિન B6 અને વિટામિન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે બીપીને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય  છે.