Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Patan: ભેળસેળિયા વેપારીઓ સામે પાટણ ફૂડ વિભાગની લાલ આંખ, 297 કિલો શંકાસ્પદ ઘી ઝડપ્યું

12:02 PM Oct 18, 2024 |
  1. સિદ્ધપુર માંથી વધુ એક શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
  2. ભેળસેળિયા વેપારીઓ સામે ફૂડ વિભાગની લાલ આંખ
  3. ફૂડ વિભાગે રૂપિયા 53,359 નું 297 કિલો શંકાસ્પદ ઘી ઝડપ્યું

Patan: ગુજરાતમાં અત્યારે અનેક જગ્યાએ ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. તેની સાથે સાથે જ્યાં પણ વેપારીઓ ભેળસેળ કરી રહ્યાં છે તેમની સામે ફૂડ વિભાગ કાર્યવાહી પણ કરી રહ્યું છે. પાટણ જિલ્લામાં દિવાળીના ટાણે ભેળસેળિયા વેપારીઓ સામે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સિદ્ધપુરમાંથી વધુ એક શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે.

આ પણ વાંચો: સિવિલના સ્ટાફ કવાર્ટસમાં સ્ટાફ નર્સ તથા સ્ટાફ બ્રધરની પત્નીની લાશ મળતાં ચકચાર, હત્યા કે પછી…

ફૂડ વિભાગે રેડ કરી 297 કિલો શંકાસ્પદ ઘી ઝડપ્યું

સિધ્ધપુર હાઇવે પર આવેલી જંબેશ્વર હોટલ પાસેથી ટેમ્પામાંથી શંકાસ્પદ ઘીનો 297 કિલો જથ્થો ઝડપાયો છે. પાટણ ફૂડ વિભાગ (Patan Food Department)ની ટીમે રેડ કરી રૂપિયા 53,359 નો 297 કિલો શંકાસ્પદ ઘી ઝડપ્યું છે. તેની સાથે સાથે હવે ફૂડ વિભાગે આગળની તપાસ કરવામાં આવી રહીં છે. કાણોદરના નજરમહંમદ ગુલામહુસેન ભોરણીયા દ્વારા ઘીનો જથ્થો ટેમ્પોમાં લાવવામાં આવ્યો હતો. વદાણી ખાતે ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાંથી જથ્થો સિઝ કરી બે સેમ્પલ લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.

આ પણ વાંચો: દ્વારકાના ખંભાળિયામાં લૂંટારાનો પોલીસને સીધો પડકાર, પોલીસ સ્ટેશન નજીક દિલધડક લૂંટની ઘટના

જંબેશ્વર હોટલ પાસેથી રૂપિયા 53,359નું શંકાસ્પદ ઘી ઝડપાયું

આ પહેલા પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અનેક જગ્યાએ લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. આવા ભેળસેળિયા વેપારીઓ સામે કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય છે. કારણ કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને પૈસા કમાઈ રહ્યા હોય છે. આવા લોકો માટે માત્ર પૈસા મહત્વના હોય છે. જેથી કાર્યવાહી થવી ખુબ જ જરૂરી છે. અત્યારે સિધ્ધપુર હાઇવે પર આવેલી જંબેશ્વર હોટલ પાસેથી ટેમ્પામાંથી શંકાસ્પદ ઘીનો 297 કિલો જથ્થો ઝડપાયો છે.

આ પણ વાંચો: Surat: ઘર કંકાસ પહોંચી છેક હત્યા સુધી! પતિએ પત્નીની હત્યા કરી પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું