Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Paris Olympics 2024 ના ઉદ્ઘાટન સમારોહમાં જોવા મળેલો અર્ધનગ્ન વ્યક્તિ હતો કોણ?

01:30 PM Jul 27, 2024 | Aviraj Bagda

Olympic Games Paris 2024: Paris Olympics 2024 ના ઉદ્ઘાટન સમારોહમાં એક બેહદ અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. Paris Olympics 2024 માં એક વ્યક્તિ શરીરને Blue Manથી ઠાંકીને ફળોની મોટી ટોપલીમાં લોકોની સામે આવ્યો હતો. તે ઉપરાંત આ Blue Man અર્ધનગ્ન હાલાતમાં લોકોની સામે વિવિધ ક્રિયાઓ કરતો જોવા મળ્યો હતો. તો આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

  • Philippe Katerine એ તેમની કારકિર્દીની શરૂઆત 1991 થી કરી

  • Philippe Katerine ને France માં એક મહાન વ્યક્તિ માનવામાં આવે છે

  • વર્ષ 2010 થી અભિનેતા તરીકે પોતાની કિસ્મત ચમકાવી

ત્યારે વિશ્વમાં સૌ લોકો આ Blue Man કોણ વ્યક્તિ હતો, તેને લઈને વિચારો કરી રહ્યા છે. તો તેઓ લોકોની સામે આવીને ફ્રેંચ ભાષામાં ગીત પણ ગાઈ રહ્યો હતો. જોકે Paris Olympics 2024 ના ઉદ્ઘાટનમાં આવેલા મોટભાગના લોકોને એ વાતથી અજાણ હતાં કે, આ વ્યક્તિ કેમ આવી રીતે આવી હરકતો કરી રહ્યો છે. જોકે આ Blue Man જે હરકતો કરતો હતો, તે હિંસાથી દૂર રહેવાની સૂચના આપતી હતી.

Philippe Katerine ને France માં એક મહાન વ્યક્તિ માનવામાં આવે છે

તો આ વ્યક્તિ બીજું કોઈ નહીં, પરંતુ France અભિનેતા અને ગાયક Philippe Katerine હતો. જેણે દારૂ, ઉત્સવ અને રંગમંચમાં ગ્રીક ભગવાન ડાયોનિસસનો વેશ ધારણ કર્યો હતો. જોકે Philippe Katerine ને France માં એક મહાન વ્યક્તિ માનવામાં આવે છે. અને તેમના ગાયનો પણ France સહિત વિવિધ દેશના લોકોમાં ખાસ લોકપ્રિય છે. તેમના ગાયન જેવા કે મોન ક્યૂર બૈલંસ, જે વોસ એમ્મેર્ડે અને લોક્સર જેડોર સૌથી લોકપ્રિય ગીત માનવામાં આવે છે.

વર્ષ 2010 થી અભિનેતા તરીકે પોતાની કિસ્મત ચમકાવી

તો Philippe Katerine એ તેમની કારકિર્દીની શરૂઆત 1991 થી કરી હતી. તો તેમણે વર્ષ 2010 થી અભિનેતા તરીકે પોતાની કિસ્મત ચમકાવી હતી. જોકે Philippe Katerine નો વીડિયો Paris Olympics 2024 સત્તાવાર એકાઉન્ટ દ્વારા પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ગ્રીક ભગવાર ડાયોનિસસ પ્રમાણે આપણે હિંસાથી દૂર રહેવું જોઈએ. ત્યારે Paris Olympics 2024 માં કરવામાં આવેલું આ અનોખું પ્રદર્શન લોકપ્રિય બન્યું છે.

આ પણ વાંચો: Paris Olympics 2024 ના પ્રથમ દિવસે આ ખેલમાં ભારતીય ખેલાડીઓ પદક મેળવી શકે છે!