Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Paris Olympic 2024 : ટેબલ ટેનિસની રોમાંચક મેચમાં Shreeja Akula એ નોંધાવી જીત

03:47 PM Jul 31, 2024 | Hardik Shah
  • બેડમિન્ટન બાદ ટેબલ ટેનિસમાં પણ ગુડ ન્યૂઝ
  • ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં શ્રીજા અકુલાની જીત
  • ભારે રસાકસી બાદ સિંગાપોરની જિયાનને હરાવી

Paris Olympic 2024 ના પાંચમાં દિવસે ભારતની શરૂઆત શાનદાર રહી છે. શરૂઆત બેડમિન્ટનથી થઇ જ્યા પીવી સિંધુએ એસ્ટોનિયાની KUUBA Kristin ને હરાવી હતી. તે પછી બેડમિન્ટનમાં લક્ષ્ય સેન અને શૂટિંગમાં સ્વપ્નિલ કુશાલે ભારત માટે સારું પ્રદર્શન કર્યું અને પોતાનો મુકાબલો જીત્યો હતો. હવે ભારતને ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા પર આશા હતી અને તેણે નિરાશ ન કરતા મેચમાં તેની વિરોધી જિયાન ઝેંગને હરાવી છે.

ભારતની નંબર 1 ટેબલ ટેનિસ ખેલાડીએ મેળવી જીત

પેરિસ ઓલિમ્પિક્સ 2024 શ્રીજા અકુલાએ ટેબલ ટેનિસ સિંગલ્સ વિમેન્સ રાઉન્ડ ઓફ 32 માં સિંગાપોરની ખેલાડી સામે પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ આગામી 3 ગેમ જીતીને શાનદાર પુનરાગમન કર્યું હતું. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ, શ્રીજા અકુલાએ બીજી ગેમ 12-10થી જીતી લીધી હતી, જ્યારે ત્રીજી ગેમ 11-4થી અને ચોથી ગેમ 11-5થી જીતીને તેણે સિંગાપોરની ખેલાડી પર લીડ મેળવી હતી. પાંચમી ગેમમાં જિયાને વાપસી કરી હતી અને 12-10થી જીત મેળવી હતી. આ રીતે શ્રીજા અકુલાએ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જણાવી દઇએ કે, શ્રીજા અકુલાએ ટેબલ ટેનિસમાં રાઉન્ડ-16 માટે ક્વોલિફાય કર્યું છે. તેણે જિયાન ઝેનને હરાવી છે. તેણે જિયાન તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો. બંને વચ્ચેની રમતનો સ્કોર 11-9, 10-12, 4-11, 5-11, 12-10, 10-12 હતો.

છેલ્લા 2 વર્ષમાં શ્રીજાનું પ્રદર્શન

ભારતની વર્તમાન નંબર-1 ટેબલ ટેનિસ મહિલા ખેલાડી શ્રીજા અકુલા માટે છેલ્લા 2 વર્ષ શાનદાર રહ્યા છે. જેમાં તેણે વર્ષ 2022માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસની મિશ્ર સ્પર્ધામાં શરત કમલ સાથે રમતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ 2024 માં, શ્રીજા અકુલાએ તેની કારકિર્દીમાં જોરદાર છલાંગ લગાવી અને છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની નંબર વન ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને પાછળ છોડી દીધી અને તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી. શ્રીજાએ ટેક્સાસમાં WTT ફીડર કોર્પસ ક્રિસ્ટી ખાતે તેની પ્રથમ WTT સિંગલ્સ કારકિર્દીનો ખિતાબ જીતીને 2024ની શરૂઆત કરી. બે મહિના પછી માર્ચમાં, શ્રીજાએ WTT ફીડર બેરૂત II માં ટાઇટલ જીત્યું. જૂનમાં, શ્રીજા WTT કન્ટેન્ડર્સ લાગોસ જીતનારી પ્રથમ ભારતીય બની હતી.

શ્રીજાને વર્ષ 2022માં અર્જુન એવોર્ડ મળ્યો

25 વર્ષીય ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડી શ્રીજા અકુલાને તેની સિદ્ધિઓ માટે વર્ષ 2022માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. શ્રીજા 885 પોઈન્ટ સાથે ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની મહિલા સિંગલ્સ રેન્કિંગમાં 25મા ક્રમે છે. તેના પછી રેન્કિંગમાં 28માં નંબર પર મનિકા બત્રાનું નામ છે, જે 766 પોઈન્ટ પર છે. શ્રીજા અકુલા પેરિસ ઓલિમ્પિકમાં રાઉન્ડ ઓફ 64માં સ્વીડનની ક્રિસ્ટીના કાલબર્ગ સામે તેની મેચ રમશે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : શૂટિંગમાં ભારતને વધુ એક મેડલની તક, સ્વપ્નિલ કુશાલેએ મેળવ્યું ફાઇનલમાં સ્થાન