Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Paris Olympic 2024 : બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગની જોડીની આગેકૂચ, માત્ર 22 મિનિટમાં મેળવી જીત

07:23 PM Jul 30, 2024 | Hardik Shah
  • પેરિસ ઓલિમ્પિકમાં સાત્વિક-ચિરાગની જોડીની આગેકૂચ
  • બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગની જોડીનો વિજય
  • ઈન્ડોનેશિયાની જોડીને 21-13, 21-13થી આપી હાર
  • માત્ર 22 મિનિટમાં જ ભારતીય જોડીએ મેળવી આસાન જીત

Paris Olympic 2024 : સ્ટાર જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ બેડમિન્ટનમાં ધૂમ મચાવી છે. તેઓએ ઈન્ડોનેશિયાની જોડી આલ્ફિયાન ફજર અને મુહમ્મદ રિયાન અર્દિયાંટોને 21-13, 21-13થી હરાવ્યા હતા. ગ્રુપ સ્ટેજમાં સાત્વિક અને ચિરાગની આ છેલ્લી મેચ હતી.

બેડમિન્ટનમાં આ જોડી પાસે ભારતને મેડલની આશા

બેડમિન્ટનમાં સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. દેશને આ બંને પાસેથી મેડલની આશા છે, બંનેએ પોતાની પ્રથમ મેચ જીતી હતી. ત્યાર બાદ તેમનો મુકાબલો જર્મનીના માર્ક લેમસ્ફાલ અને માર્વિન સીડેલની વિરુદ્ધ હતો. જર્મન જોડી લેમ્સફસની ઈજાને કારણે ખસી ગઈ હતી. આ પછી મેચ રદ કરવામાં આવી હતી. સાત્વિક અને ચિરાગની જોડીએ 40મા ક્રમાંકિત લુકાસ કોર્વી અને ફ્રાન્સના રોનન લેબર સામે જીત મેળવી હતી. આ પછી કોરવી અને લેબરની જોડીને ઈન્ડોનેશિયાના મુહમ્મદ રિયાન અર્દિયાંતો અને ફજર અલ્ફિયાને હાર આપી હતી. ફ્રેન્ચ ડબલ્સ જોડી ઈન્ડોનેશિયાની જોડી સામે ટકી શકી ન હતી અને મેચ હારી ગઈ હતી. જેના કારણે બે પરાજય બાદ ફ્રાન્સની જોડી બહાર થઈ ગઈ હતી અને ચિરાગ-સાત્વિકને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મળી હતી.

ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ભારતીય પુરુષ ડબલ્સ ટીમ

આ બંને જોડીએ પહેલાથી જ અંતિમ આઠમાં જગ્યા બનાવી લીધી હતી અને આ મેચે ગ્રુપમાં ટોચની ટીમ નક્કી કરી હતી. ભારતીય જોડીએ ગ્રુપમાં પોતાની તમામ મેચ જીતી હતી. સાત્વિક અને ચિરાગની આર્દિયાંટો અને આલ્ફિયાન સામે 6 મેચમાં આ ચોથો વિજય છે. સાત્વિક અને ચિરાગની જોડી ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ભારતીય પુરુષ ડબલ્સ ટીમ છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF), રમતની વૈશ્વિક સંચાલક મંડળે જણાવ્યું છે કે પુરુષોના ડબલ્સના નોકઆઉટ રાઉન્ડ માટેનો ડ્રો બુધવારે થશે. ભારતીય અને ઇન્ડોનેશિયાની જોડી વચ્ચે શરૂઆતથી જ દરેક પોઈન્ટ માટે જોરદાર લડાઈ જોવા મળી હતી પરંતુ સમગ્ર મેચ દરમિયાન સાત્વિક અને ચિરાગની જોડી એક પણ વખત પાછળ રહી ન હતી. બંને જોડી ઝડપી રમી હતી અને શરૂઆતમાં ઘણી રેલી જોવા મળી નહોતી. જોકે, સાત્વિક-ચિરાગે બોડીલાઈન શોટ્સમાંથી કેટલાક સારા પોઈન્ટ બનાવ્યા અને કોર્ટ પર સારી રીતે સંકલન કર્યું.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : તીરંદાજીમાં ભારતની Bhajan Kaur ની જીત