- પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા
- આજે ફરી એકવાર મનુ ભાકર મેદાનમાં ઉતરશે
- મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ લક્ષ્ય સેનનો મુકાબલો
Paris Olympics 2024:મતગમતની સૌથી મોટી મેગા ઈવેન્ટ પેરિસ ઓલિમ્પિક(Paris Olympics 2024)માં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સ્વપ્નિન કુસાણેએ છઠ્ઠા દિવસે ત્રીજો બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે મનુ ભાકરે પહેલો મેડલ જીત્યો હતો. જ્યારે બીજો મનુ અને સરબજોત સિંહ ટીમ ઈવેન્ટમાં લઈને આવ્યા હતા.આજે સાતમા દિવસે (2જી ઓગસ્ટ) ભારત ફરી એકવાર મનુને મેદાનમાં ઉતારશે. તે 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન પ્રિસિઝન મેચમાં ભાગ લેશે. આ સિવાય બેડમિન્ટનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ લક્ષ્ય સેનનો મુકાબલો થશે.
મેડલની નજીક પહોંચવાનું લક્ષ્ય રાખશે
બેડમિન્ટનમાં ભારતની સૌથી મોટી આશાઓ પૈકીના એક લક્ષ્ય સેન સેમિફાઈનલમાં પહોંચવા પર નજર રાખશે. જો લક્ષ્ય ક્વાર્ટર ફાઈનલના પડકારને પાર કરવામાં સફળ રહેશે તો તે મેડલની નજીક આવશે. જો લક્ષ્ય આ મેચ પછી આગામી મેચ જીતવામાં સફળ રહે છે તો તેને ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત રહેશે. જો તેમની સફર સેમિફાઇનલમાં સમાપ્ત થાય છે તો તેણે બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે.
આ પણ વાંચો –Paris Olympic 2024: ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલક્ષેત્ર પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો
ભારતીય હૉકી ટીમ વાપસી કરવા માંગશે
ભારતીય પુરૂષ હૉકી ટીમ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી અજેય રહી હતી પરંતુ બેલ્જિયમે પુલ બીમાં તેનું અભિયાન અટકાવી દીધું હતું. ભારત પહેલેથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે અને ટીમ નોકઆઉટ રાઉન્ડ પહેલા વાપસી કરવા માંગશે. ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયા સામે પોતાની ભૂલો સુધારવાની તક હશે.
આ પણ વાંચો –Indian History In Olympic : ઓલિમ્પિકમાં ભારતની સફર, જુઓ ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતાઓની યાદી
સાતમા દિવસે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ…
- બપોરે 12.30 – ગોલ્ફમાં પુરુષોની સિંગલ્સ ફાઇનલ્સ (બીજો રાઉન્ડ): શુભંકર શર્મા અને ગગનજીત ભુલ્લર
- બપોરે 12.30 – મહિલા 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન પ્રિસિઝન: ઈશા સિંહ અને મનુ ભાકર
- બપોરે 1.00 – મેન્સ સ્કીટ ક્વોલિફિકેશન દિવસ 1: અનંતજીત સિંહ નારુકા
- 1.19 PM – મિશ્ર ટીમ (1/8 એલિમિનેશન): ભારત (ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભકત) વિ. ઈન્ડોનેશિયા
- બપોરે 1.48 – મેન્સ સિંગલ સ્કલ્સ ફાઇનલ (ફાઇનલ ડી): બલરાજ પંવાર
- બપોરે 2.12 – વિમેન્સ પ્લસ 78 કિગ્રા (એલિમિનેશન રાઉન્ડ ઓફ 32): તુલિકા માન વિ ઇડાલિસ ઓર્ટીઝ (ક્યુબા)
- બપોરે 3.30 – મહિલા 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન ઝડપીઃ ઈશા સિંહ અને મનુ ભાકર
- બપોરે 3.45 – મહિલા ડીંઘી (રેસ થ્રી): નેત્રા કુમનન
- સાંજે 4.45 – હોકી, પુરુષોની ટુર્નામેન્ટ (ગ્રુપ સ્ટેજ): ભારત વિ ઓસ્ટ્રેલિયા
- સાંજે 4.53 – મહિલા ડીંઘી (રેસ ફોર): નેત્રા કુમાનન
- સાંજે 6:30 – મેન્સ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ્સ: લક્ષ્ય સેન વિ ચાઉ ટિએન ચેન (ચાઇનીઝ તાઇપેઇ)
- સાંજે 7.05 – પુરુષોની ડીંઘી (રેસ થ્રી): વિષ્ણુ સરવણન
- રાત્રે 8.15 – પુરુષોની ડીંઘી (રેસ ફોર): વિષ્ણુ સરવણન
- રાત્રે 9.40 – મહિલા 5000 મીટર (હીટ 1): અંકિતા ધ્યાની
- રાત્રે 10.06 – મહિલા 5000 મીટર (હીટ 2): પારુલ ચૌધરી
- 11.40 pm – પુરુષોનો શોટ પુટ (ક્વોલિફિકેશન): તેજિન્દરપાલ સિંહ તૂર