Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Paris Olympic 2024 : તીરંદાજીમાં ભારતની Bhajan Kaur ની જીત

07:18 PM Jul 30, 2024 | Hardik Shah
  • ઈન્ડોનેશિયન તિરંદાજને 7-3થી આપી હાર
  • ભજન કૌર મહિલા તિરંદાજીમાં રાઉન્ડ ઓફ 16માં પહોંચી
  • તમામ રાઉન્ડમાં સંપૂર્ણ કમાન્ડમાં દેખાઈ ભજન કૌર

Paris Olympic 2024 : તીરંદાજીમાં ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભજન કૌરે તીરંદાજીમાં જીત મેળવી છે. તેણીએ તેની મહિલા વ્યક્તિગત મેચ જીતીને આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય કરી લીધું છે. ભજન કૌરે રાઉન્ડ ઓફ 32 મેચમાં ઈન્ડોનેશિયાની આર્ચરને 7-3થી હરાવી હતી.

ભજનનું દબાણ હેઠળ શાનદાર પ્રદર્શન

ભારતીય તીરંદાજ ભજન કૌરે ઓલિમ્પિકની મહિલા સિંગલ્સ કેટેગરીમાં ઈન્ડોનેશિયાની સૈફા નુરફીફા કમલને 7-3થી હરાવી છે. ભજને શરૂઆતના સેટમાં સૈફા સાથે પોઈન્ટ શેર કર્યા જ્યારે ઈન્ડોનેશિયાના તીરંદાજે બીજો સેટ જીતીને ભારતીય ખેલાડી પર દબાણ બનાવ્યું. ભજન, જે ક્વોલિફિકેશનમાં 22મા ક્રમે હતી, તેણે દબાણ હેઠળ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ત્રીજા સેટમાં સારી વાપસી કરી હતી અને 10-10ના બે લક્ષ્યાંક સાથે 29 નો સ્કોર બનાવ્યો હતો. ભજને ચોથા સેટમાં સૈફાના 25 સામે 27 પોઈન્ટ મેળવીને 5-3ની લીડ મેળવી હતી અને પછી છેલ્લા સેટમાં 25 સામે 28 પોઈન્ટ મેળવીને વિજય પર મહોર મારી હતી.

ભારતની પુરુષ-મહિલા ટીમોને ક્વાર્ટર ફાઇનલમાં હાર

11માં સ્થાન સાથે ક્વોલિફિકેશનમાં સર્વશ્રેષ્ઠ ભારતીય રહેલી અંકિતાએ પોલેન્ડની ખેલાડી સામે લીડ લીધા બાદ પોતાની લય ગુમાવી દીધી હતી. પહેલો સેટ ગુમાવ્યા બાદ અંકિતાએ બીજો અને ત્રીજો સેટ જીતીને શાનદાર વાપસી કરી હતી પરંતુ પોલેન્ડની નિશાનેબાજે શાનદાર એકાગ્રતા બતાવી છેલ્લા બે સેટ જીતી લીધા હતા. આ પહેલા ભારતની પુરુષ અને મહિલા ટીમોને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : મનુ ભાકરે મેડલની સાથે એફિલ ટાવરમાં પણ પડાવ્યો થોડો ભાગ!