Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Paris Olympic 2024 : ભારતના બલરાજ પંવર રોવિંગ મેન્સ સિંગલ્સ સ્કલ્સ હિટ રાઉન્ડમાં ચોથા સ્થાને

02:49 PM Jul 27, 2024 | Hardik Shah

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થઇ ગઇ છે. જેમા ભારતની ગતિ આ ક્ષણે થોડી ધીમી દેખાઇ રહી છે. આજનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે પેરિસ ઓલિમ્પિકના મેદાનમાં ભારતે શૂટિંગ સાથે શરૂઆત કરી હતી. જેમા નિરાશા હાથ લાગી છે. જ્યારે ભારતના બલરાજ પંવર રોવિંગ મેન્સ સિંગલ્સ સ્કલ્સ હિટ રાઉન્ડમાં ચોથા સ્થાને રહ્યો હતો.

બલરાજ પંવાર રોવિંગ મેન્સ સિંગલ્સ સ્કલ્સ હિટ રાઉન્ડમાં ચોથા સ્થાને

બલરાજ પવાર રોઇંગમાં ક્વાર્ટર ફાઇનલમાં સીધા જ ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેણે કુલ 3 મિનિટ 31 સેકન્ડ અને 24 મિલિસેકન્ડનો સમય લીધો હતો. જોકે હજુ પણ તેની પાસેથી મેડલની આશા છે. તેની પાસે હજુ પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની તક છે. ભારતનો એકમાત્ર રોવર બલરાજ પંવાર શનિવારે પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની સિંગલ સ્કલ ઇવેન્ટની હીટ 1માં ચોથા સ્થાને રહ્યા બાદ રિપેચેજમાં ભાગ લેશે. બલરાજ પુરુષોની સિંગલ સ્કલ્સ હીટ 1માં 7:07:11ના સમય સાથે ચોથા સ્થાને રહ્યો. આવી સ્થિતિમાં, આ મહાકુંભમાં ભરતની શરૂઆત ધીમી રહી છે એમ કહેવું ખોટું નહીં હોય. પંવારે કોરિયામાં એશિયન અને ઓસનિયા ઓલિમ્પિક ક્વોલિફિકેશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને ચીનના હાંગઝોઉમાં 2022 એશિયન ગેમ્સમાં ચોથું સ્થાન મેળવ્યું.

રિપેચેજ દ્વારા બીજી તક

25 વર્ષીય બલરાજે સાત મિનિટ 7.11 સેકન્ડનો સમય કાઢ્યો હતો. તેણે ન્યુઝીલેન્ડના થોમસ મેકિન્ટોશ (છ મિનિટ 55.92 સેકન્ડ), સ્ટેફાનોસ એન્ટોસ્કોસ (સાત મિનિટ 1.79 સેકન્ડ) અને અબ્દેલખાલેક એલ્બાના (સાત મિનિટ 5.06 સેકન્ડ) પાછળ રહી. જો કે બલરાજ સીધુ ક્વોલિફિકેશનથી ચૂકી ગયો હતો, પરંતુ તેને રિપેચેજ દ્વારા બીજી તક મળશે. બલરાજે ચીનમાં એશિયન ગેમ્સમાં ચોથું સ્થાન મેળવ્યું હતું અને કોરિયામાં એશિયન અને ઓશનિયા ઓલિમ્પિક ક્વોલિફિકેશન રેગાટ્ટામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: Paris Olympic 2024 માં ભારતને લાગ્યો ઝટકો, 10 મીટર એર રાઈફલ શૂટિંગમાં ટીમ બહાર