+

ડિયર ફાધર સાથે 40 વર્ષ બાદ ગુજરાતી સિનેમામાં પરેશ રાવલે કર્યું કમબેક, ટ્રેલર રિલીઝ

બોલિવૂડના જાણીતા અભિનેતા અને રાજકારણી બનીને કરોડો દિલો પર રાજ કરનાર પરેશ રાવલ 40 વર્ષ બાદ ગુજરાતી સિનેમામા વાપસી કરી રહ્યા છે. 1982મા ગુજરાતી ફિલ્મ 'નસીબની બલિહારી'થી અભિનયની શરૂઆત કરનાર આ અભિનેતા હવે 2022મા ડબલ ધમાકા સાથે ગુજરાતી સિનેમામા પરત ફરી રહ્યા છે. તે ટૂંક સમયમાં 'ડિયર ફાધર' ફિલ્મથી ગુજરાતી સિનેમામાં વાપસી કરવા જઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.અભિનેતા પરેશ રાવલે પ
બોલિવૂડના જાણીતા અભિનેતા અને રાજકારણી બનીને કરોડો દિલો પર રાજ કરનાર પરેશ રાવલ 40 વર્ષ બાદ ગુજરાતી સિનેમામા વાપસી કરી રહ્યા છે. 1982મા ગુજરાતી ફિલ્મ ‘નસીબની બલિહારી’થી અભિનયની શરૂઆત કરનાર આ અભિનેતા હવે 2022મા ડબલ ધમાકા સાથે ગુજરાતી સિનેમામા પરત ફરી રહ્યા છે. તે ટૂંક સમયમાં ‘ડિયર ફાધર’ ફિલ્મથી ગુજરાતી સિનેમામાં વાપસી કરવા જઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
અભિનેતા પરેશ રાવલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ ‘ડિયર ફાધર’ના ટ્રેલર રિલીઝ થવાની માહિતી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે, “આખરે સત્તાવાર ટ્રેલર બહાર આવ્યું છે. આ ફિલ્મનો ભાગ બનવું અને મને ગમતા પાત્ર પર કામ કરવું એ એક અદ્ભુત સફર રહી છે. મને આશા છે કે તમે બધાને આ ફિલ્મ ગમશે.” સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મ પોતે પરેશ રાવલના નાટક ‘ડિયર ફાધર’નું ફિલ્મી વર્ઝન છે. જેની સ્ટોરી એકદમ રહસ્યમય છે.

ગુજરાતી સિનેમામાં પુનરાગમન અને પોતાનુ પ્રખ્યાત નાટક ફિલ્મમાં સાકાર થતું જોઈને અભિનેતા પરેશ રાવલ કહે છે, “ડિયર ફાધર, નાટક મારા હૃદયની ખૂબ નજીક છે. હું વર્ષોથી ઈચ્છતો હતો કે આ નાટક પર એક ફિલ્મ બને. મે ઘણા નાટકો કર્યા છે અને કરી રહ્યો છું અને તેની સ્ક્રિપ્ટ પણ ફિલ્મમાં અમલમાં મૂકી છે. હું ઇચ્છતો હતો કે આ નાટકની વાર્તા બને તેટલા લોકો અને સમાજ સુધી પહોંચે અને હું ઇચ્છું છું કે એક અર્થપૂર્ણ અને મહત્વપૂર્ણ ફિલ્મની સ્ટોરીનો ભાગ બનું જે મારી માતૃભાષામાં હોય. હું ખૂબ જ ખુશ છું કે મને આ ફિલ્મ દ્વારા 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામા પુનરાગમન કરવાની તક મળી છે.”
ફિલ્મમાં પરેશ રાવલ ઉપરાંત ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા ચેતન ધાનાણી અને અભિનેત્રી માનસી પારેખ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની સ્ટોરી 3 પાત્રોની આસપાસ ફરે છે. જેમા એક વૃદ્ધ પિતા અને તેમના પુત્ર-પુત્રવધૂ વચ્ચે રોજિંદા જીવનમાં થતા મતભેદો અને ગેરસમજણોની આ એક સુંદર વાર્તા છે. જેમાં પિતાનુ પાત્ર ભજવી રહેલા પરેશ રાવલનું અચાનક અવસાન થાય છે અને જ્યારે પોલીસ તેના પુત્ર-પુત્રવધૂના ઘરે તપાસ કરવા પહોંચે છે, ત્યારે બંને જોઇને સ્તબ્ધ થઈ જાય છે કે પોલીસ ઓફિસરમાં જે વ્યક્તિ છે તે તેના પિતા જેવો જ લાગે છે. અહીંથી ફિલ્મની વાર્તા વળાંક લે છે. 
આ ફિલ્મનું નિર્દેશન ઉમંગ વ્યાસે કર્યું છે અને રતન જૈન અને ગણેશ જૈન દ્વારા નિર્મિત છે. આ નાટકના લેખક સ્વ. ઉત્તમ ગડાજ હતા. આ ફિલ્મ 4 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પરેશ રાવલનો અદ્ભુત અભિનય અને ગુજરાતી સિનેમા પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ અને ‘ડિયર ફાધર’ની આ અનોખી ઓફર ખરેખર તેમના ચાહકોના દિલોદિમાગમાં ઊંડી છાપ છોડશે તે નક્કી છે.
Whatsapp share
facebook twitter