Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ લોકોએ સાચવીને લેવી જોઇએ પેરાસીટામોલ દવા

05:39 PM Apr 17, 2023 | Vipul Pandya

પેરાસીટામોલ, દર્દ નિવારક અને તાવની તકલીફમાં રાહત આપતી (એંટીપાયરેટીક) દવા છે. જેનો ઉપયોગ ડોકટરની સલાહ પર મસક્યુલર પેઇન, માથાનો દુખાવો, દાંતની તકલીફ, તાવ અને તેના જેવી બિમારીમાં કરવામાં આવે છે. કોરોના કાળમાં વેક્સીનેશન પછી જે લોકોને તાવ આવ્યો હતો તેમને પણ પેરાસિટામોલની દવા લેવાની સલાહ આપવામાં આવતી હતી.
સામાન્ય રીતે  માર્કેટમાં આ પેરાસીટામોલના નામથી મળે છે અથવા કેટલીક અન્ય દવાઓમાં આ એક્ટિવ ઇંગ્રીડિએંટ્સના રૂપમાં જોવા મળે છે.જેમનો ઉપયોગ સામાન્ય રીતે લોકો તબીબને પુછ્યા વગરજ તાવ અથવા કોઇ દુખાવાની તકલીફમાં લઇ લેતા હોય છે પરંતુ હાલમાં જ એક રિસર્ચમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે, પેરાસિટામોલનો રોજીંદા ઉપયોગથી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. રિસર્ચર્સે ડોકટરોને પણ હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમવાળા દર્દીઓને પેરાસીટામોલ આપવામાં સાવધાની રાખવા જણાવ્યું છે. 
આ રિસર્ચ એડિનબર્ગ યુનિવર્સિટીના એક્સપર્ટ દ્રારા કરવામાં આવ્યો છે. આ સ્ટડીમાં જે 110 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમને પહેલાથી હાઇ બ્લડ પ્રેશરની તકલીફ હતી, આ લોકોને દિવસમાં 4 વાર 1 ગ્રામ પેરાસિટામોલ આપવામાં આવી. રિસર્ચમાં સામે આવ્યું કે 4 દિવસ બાદ આ લોકોનું બ્લડ પ્રેશર વધી ગયું અને હાર્ટ એટેકનું જોખમ 20 ટકા વધી ગયું.
એડિનબર્ગ યુનિવર્સિટીમાં ચિકિત્સા અને ક્લિનીકલ ફાર્માલોજીના પ્રોફેસર ડેવિડ વેબે કહ્યું કે ‘આપણે હંમેશા એમ વિચારીએ છીએ કે બ્લડ પ્રેશર વધારનારી આઇબુપ્રોફેન / ઇબુપ્રોફેન જેવી દવાઓનો ઉપયોગ બંધ કરવા માટે પેરાસિટામોલ એક સુરક્ષિત વિકલ્પ છે. પણ રિસર્ચથી ખબર પડી કે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનો જેને ખતરો હોય તેવા દર્દીઓને પણ પેરાસિટોમોલ આપવી બંધ કરી દેવી જોઇએ’. 
રિસર્ચર્સે આગળ એમ પણ જણાવ્યું કે, ‘જેમના શરીરમાં જુના દુખાવાની સમસ્યા છે અને જેના કારણે તેઓ પેરાસિટામોલ લે છે, તેમણે પોતાના બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે કોઇ બીજી કોઇ દવાનો ઉપયોગ કરવો જ જોઇએ’. 
આ લોકોને નથી જોખમ 
પ્રોફેસર જેમ્સ ડિયરે કહ્યું કે, ‘પેરાસીટામોલ લેવાના 2 અઠવાડિયાની અંદર બ્લડપ્રેશર વધવા લાગે છે અને હાઇ બ્લડ પ્રેશરથી હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે’. તેમણે આગળ જણાવ્યું કે, ‘હાઇ બ્લડ પ્રેશર આજના સમયમાં સામાન્ય રીતે જોવા મળતી સમસ્યા બની ચુકી છે, દરેક 3 માં થી 1 વ્યક્તિને આ તકલીફ જોવા મળે છે.  હાઇ બ્લડ પ્રેશર આમ સમસ્યા થઇ ચુકી છે અને અનેક લોકો જેમને આ તકલીફ છે તેઓ પેરાસિટામોલ લઇ રહ્યા છે, પણ એવુ લાગે છે કે પેરાસીટામોલ જનસંખ્યાના મોટા હિસ્સાને પ્રભાવિત કરી શકે છે’.