Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાકિસ્તાની ભૂતપૂર્વ ISI ચીફની ધરપકડ, સત્તાના દુરુપયોગના લાગ્યા આરોપો

09:54 PM Aug 12, 2024 |
  • ફૈઝ હમીદ ઝડપાયો: સૈન્ય કસ્ટડીમાં
  • ISIના પૂર્વ ચીફની ધરપકડ
  • ફૈઝ હમીદ સામે Court martial ની કાર્યવાહી

પાકિસ્તાનના ભૂતપૂર્વ ગુપ્તચર ચીફ ફૈઝ હમીદ (former Pakistani intelligence chief Faiz Hameed) સામે પાકિસ્તાન આર્મી એક્ટના ઉલ્લંઘનના આરોપમાં કોર્ટ માર્શલ (Court martial) ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ફૈઝ હમીદને સૈન્ય કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ નિર્ણય પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ લેવામાં આવ્યો છે.

ટોપ સિટી હાઉસિંગ સ્કીમ કેસમાં ફસાયેલા ફૈઝ હમીદ

ફૈઝ હમીદનું નામ ટોપ સિટી હાઉસિંગ સ્કીમ કેસમાં સામે આવ્યું હતું. આ કેસમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ફૈઝ હમીદ વિરુદ્ધના આરોપોની તપાસ કરવામાં આવે. તપાસમાં જાણવા મળ્યું કે ફૈઝ હમીદે નિવૃત્તિ પછી પણ પાકિસ્તાન આર્મી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ISPRએ જણાવ્યું હતું કે, “આ ઉપરાંત, ફૈઝ અહેમદના નિવૃત્તિ પછી પાકિસ્તાન આર્મી એક્ટના ઉલ્લંઘનના અનેક મામલા પણ પ્રકાશમાં આવ્યા છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનના કોઇ ભૂતપૂર્વ ગુપ્તચર વડા સામે કોર્ટ માર્શલ (Court martial) ની કાર્યવાહી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટનો આદેશ

ગયા વર્ષે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ફૈઝ હમીદ પરના આરોપોને ગંભીર ગણાવ્યા હતા અને જો આ આરોપો સાચા સાબિત થાય તો તે પાકિસ્તાનની સશસ્ત્ર દળોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે તેમ જણાવ્યું હતું. કોર્ટે ટોપ સિટી હાઉસિંગના માલિકને ફૈઝ હમીદ સામેની ફરિયાદોના સમાધાન માટે સંરક્ષણ મંત્રાલય સહિત સંબંધિત વિભાગોનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

ISPRનું નિવેદન

ISPRએ જણાવ્યું કે ફૈઝ હમીદની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનની કોર્ટ માર્શલ કાર્યવાહી ભૂતપૂર્વ ગુપ્તચર વડા સામે કરવામાં આવી છે.

આ પણ વાંચો: દેશ વેચે પણ નહીં પૂરું થાય પાકિસ્તાનનું દેવું, આંકડો જાણી ચોંકી જશો