+

પાકિસ્તાન સુપર લીગને મળી નવી ચેમ્પિયન ટીમ, આ બે ખેલાડીએ કર્યું શાનદાર પ્રદર્શન

પાકિસ્તાન સુપર લીગ 2022 (PSL 2022)ની ફાઈનલ મેચ રવિવારે લાહોરમાં મુલ્તાન સુલ્તાન્સ (Multan Sultans) અને લાહોર કલંદર્સ (Lahore Qalandars) વચ્ચે રમાઈ હતી. લાહોર કલંદર્સે મુલતાન સુલ્તાન્સને 42 રને હરાવી પ્રથમ વખત PSL ટાઈટલ પોતાના નામે કર્યું છે.મોહમ્મદ હાફીઝનું ઓલરાઉન્ડર પ્રદર્શનઆપને જણાવી દઇએ કે, પાકિસ્તાન સુપર લીગને આ વખતે નવો ચેમ્પિયન મળ્યો છે. 41 વર્ષીય મોહમ્મદ હાફીઝના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે લાહોર કલંદર્à

પાકિસ્તાન સુપર લીગ 2022 (PSL 2022)ની ફાઈનલ મેચ રવિવારે લાહોરમાં મુલ્તાન સુલ્તાન્સ (Multan Sultans) અને લાહોર કલંદર્સ (Lahore Qalandars) વચ્ચે રમાઈ હતી. લાહોર કલંદર્સે મુલતાન સુલ્તાન્સને 42 રને હરાવી પ્રથમ વખત PSL ટાઈટલ પોતાના નામે કર્યું છે.

મોહમ્મદ હાફીઝનું ઓલરાઉન્ડર પ્રદર્શન
આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન સુપર લીગને આ વખતે નવો ચેમ્પિયન મળ્યો છે. 41 વર્ષીય મોહમ્મદ હાફીઝના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે લાહોર કલંદર્સે રવિવારે રાત્રે ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં મુલતાન સુલ્તાન્સને એક તરફી અંદાજમાં 42 રનથી હરાવીને પ્રથમ વખત PSLનો ખિતાબ જીત્યો હતો. મુલતાનની ટીમે ગ્રુપ સ્ટેજમાં 10માંથી 9 મેચ જીતી હતી. પરંતુ ફાઇનલમાં પ્રોફેસર તરીકે ઓળખાતા હાફીઝે એકલા હાથે તેને પછાડી દીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લાહોર કલંદર્સે 5 વિકેટના નુકસાને 180 રન બનાવ્યા હતા અને ત્યારબાદ મુલતાન સુલ્તાન્સને ત્રણ બોલ બાકી રહેતા 138 રનમાં આઉટ કરી દીધી હતુ. જવાબમાં મુલ્તાન સુલ્તાન્સની ટીમ 19.3 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લાહોર કલંદર્સના 41 વર્ષીય ક્રિકેટર મોહમ્મદ હફીઝ (69 રન અને બે વિકેટ)ને તેના શ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, લીગ સ્ટેજમાં મુલ્તાન સુલ્તાન્સની ટીમ PSL 2022 પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતી. તેણે 10માંથી 9 મેચ જીતી હતી. બીજી તરફ, લાહોર કલંદર્સની ટીમ 10માંથી 6 મેચ જીતીને બીજા સ્થાને હતી.
કેપ્ટન મોહમ્મદ રિઝવાન રહ્યો Fail
લાહોરની ઘાતક બોલિંગ સામે મુલતાનની ટીમ લાચાર દેખાઇ હતી. ટીમ 138 રનમાં સમેટાઈ ગઈ હતી. મુલતાન તરફથી ખુશદિલ શાહે 32 રન બનાવ્યા હતા. તેના સિવાય કેપ્ટન મોહમ્મદ રિઝવાન માત્ર 14 રન બનાવી શક્યો હતો. બેટિંગમાં શાનદાર બેટિંગ કરી રહેલા હાફીઝે પણ અદભૂત બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર 23 રન આપ્યા અને બે સફળતા મેળવી. તેના સિવાય શાહીન શાહ આફ્રિદી જમાન ખાને બે વિકેટ પોતાના નામે કરી હતી.

જોકે, ફાઇનલમાં લાહોર કલંદર્સના કેપ્ટન શાહીન આફ્રિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમના ટોચના ત્રણ બેટ્સમેન 25 રનના સ્કોર પર ડગઆઉટમાં પરત ફર્યા હતા. ફખર ઝમાન (3)ને આસિફ આફ્રિદીએ શાહનવાઝ દહાનીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વળી અબ્દુલ્લા શફીક (14)ને આસિફે સ્ટમ્પ કર્યો હતો. ઝીશાન અશરફ (7)ને લિવીએ રિઝવાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 
આસિફ આફ્રિની ધારદાર બોલિંગ
અહીંથી મોહમ્મદ હાફીઝ અને કામરાન ગુલામ (15)એ ચોથી વિકેટ માટે 54 રનની ભાગીદારી નોંધાવી હતી. આસિફ આફ્રિદીએ ગુલામને ડેવિડના હાથે કેચ કરાવીને આ ભાગીદારી તોડી હતી. ત્યારબાદ હાફીઝે હેરી બ્રુક (41*) સાથે પાંચમી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરીને ટીમને 137 રન સુધી પહોંચાડી દીધી હતી. શાહનવાઝ દહાનીએ હાફીઝનો કેચ શાન મસૂદના હાથે કરાવ્યો હતો. હાફીઝે 46 બોલમાં 9 ચોક્કા અને એક છક્કાની મદદથી 69 રન બનાવ્યા હતા.
વિઝે 8 બોલમાં બનાવ્યા 28 રન
ત્યારબાદ હેરી બ્રુક (41*) અને ડેવિડ વિઝ (28*)એ તોફાની બેટિંગ કરીને ટીમને 180 રનના વિશાળ લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધી હતી. બ્રુકે 22 બોલમાં બે ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી અણનમ 41 રન બનાવ્યા હતા. બીજી તરફ વિઝે માત્ર 8 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સરની મદદથી અણનમ 28 રન બનાવ્યા હતા. મુલ્તાન તરફથી આસિફ આફ્રિદીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ડેવિડ વિલી અને શાહનવાઝ દહાનીના ખાતામાં એક-એક વિકેટ આવી હતી.
Whatsapp share
facebook twitter