Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડવા તૈયાર

06:22 PM Apr 29, 2023 | Vipul Pandya

પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકતા હવે પાકિસ્તાન ભારત સામે ઘૂંટણીયે પડે તેવી શકયતાઓ સર્જાઇ છે. ભારત અને પાકિસ્તાનનો વ્યાપારિક સંબંધો વર્ષોથી ડામાડોળ રહ્યો છે અને તેનું સૌથી વધુ નુકશાન પાકિસ્તાનને સહન કરવું પડયું છે.  તેથી જ પાકિસ્તાને હવે ભારત સાથેના વ્યાપારીક સબંધોને વધારવા માટે જોર વધાર્યું છે. વડાપ્રધાન ઇમરાન ખાનના સલાહકાર અબ્દુલ રજાક દાઉદે કહ્યું છે કે, ભારત સાથેના વ્યાપારીક સબંધો વધારવાની હવે તાતી જરુરિયાત છે
પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને પહોંચી છે અને તેથી જ ફરી એક વાર ભારત સાથેના  આયાતી પ્રતિબંધો પર ફરીથી વિચારવા માટે પાકિસ્તાન સરકાર ને વિચારવું પડયું છે.  વેપાર અને રોકાણ પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સલાહકાર અબ્દુલ રઝાક દાઉદે  કહ્યું છે કે જયાં સુધી વ્યાપારીક સબંધોનો પ્રશ્ન છે તો ભારત સાથે 
ફરીથી વ્યાપારીક સંબંધો શરુ થવા જોઇએ અને ભારત કરતાં પાકિસ્તાનને તે વધુ ફાયદાકારક રહેશે. પાકિસ્તાનના મિડીયા રિપોર્ટસ મુજબ અબ્દુલ રજાક દાઉદે કહ્યું હતું કે તેઓ ભારત સાથેના વ્યાપારીક સંબંધોનું સમર્થન કરે છે . ભારત સાથેના વ્યાપારીક સબંધો દરેક માટે ફાયદાકારક  છે અને ખાસ કરીને પાકિસ્તાન માટે તો વધુ ફાયદાકારક છે. 
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ પાકિસ્તાન સરકારે ભારત સાથેના વ્યાપારીક સંબંધો વિકસાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ વિરોધ પક્ષોએ વિરોધ કરતાં પાકિસ્તાન સરકારને પીછેહઠ કરવી પડી હતી.  2019માં ભારતે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી હતી જેથી પાકિસ્તાને ભારત સાથેના આયાતી સબંધો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.