Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kshatriya Samaj : પદ્મીનીબા એ કેમ કહ્યું કે ખીચડી પકાવાઇ રહી છે?

09:17 PM Apr 29, 2024 | Vipul Pandya

Kshatriya Samaj : રાજ્યમાં લોકસભાની ચૂંટણી ટાણે શરું થયેલા ક્ષત્રિય આંદોલનમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ ( Kshatriya Samaj) ના મહિલા આગેવાન પદ્મીનીબા વાળાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સંકલન સમિતિ હવે કોંગ્રેસ સમિતિ બની ગઇ છે અને કોંગ્રેસ સમિતિ છે એટલે તે રાહુલ ગાંધી પાસે માફી નહી મંગાવે. તેમણે આરોપ લગાવ્યો કે સંકલન સમિતિ ખીચડી પકાવી રહી છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન

ઉલ્લેખનિય છે કે 2 દિવસ પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણીલક્ષી ભાષણમાં કહ્યું હતું કે, ‘પહેલા દેશમાં રાજા-મહારાજાઓનું રાજ હતું. તેઓ જે મનમાં આવે તેમ કરતા હતા. જો કોઈની જમીનની જરૂર હોય તો તે બળજબરીથી લઈ લેતા હતા.’ રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે

સંકલન સમિતિ હવે કોંગ્રેસ સમિતિ બની ગઈ છે

હવે ક્ષત્રિય આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે સંકલન સમિતિ હવે કોંગ્રેસ સમિતિ બની ગઈ છે. કોંગ્રેસ સમિતિ છે એટલે રાહુલ ગાંધી પાસે માફી નહીં મંગાવે તેમ પદ્મિનીબા એ જણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે સંકલન સમિતિ ખીચડી પકાવી રહી છે.

એક વ્યક્તિ પાંચ–પાંચ વાર માફી માગે છતાં માફી અપાતી નથી

પદ્મિનીબા વાળાએ કહ્યું કે એક વ્યક્તિ પાંચ–પાંચ વાર માફી માગે છતાં માફી અપાતી નથી. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે મને પણ સંકલન સમિતિ પાસે આવી આશા ન હતી. તેમણે કહ્યું કે ગમે ત્યારે ગમે બફાટ કરીને જતું રહે છે. રુપાલાભાઇએ તો માફી માગી પણ સંકલન સમિતિ રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પાસે માફી તો મંગાવે. બહેનો દિકરીની સ્વાભિમાનની લડાઇને આ લોકોએ રાજકારણ બનાવી દીધું છે.

સંકલન સમિતિ અત્યારે ક્યાં સુઇ ગઇ છે

તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ તો આજે જેલમાં છે અને તમે બફાટ કરી રહ્યા છે. ક્ષત્રિયો અફીણ એટલા માટે રાખતા કે અમને જે ઘા વાગતા તો તેને રુઝાવા માટે અફીણ રાખતા હતા. નશો કરવા માટે નહીં. રુપાલા ભાઇની લડાઇ વ્યક્તિગ ત રહેશે અને રાહુલ ગાંધી અને ઉમેશભાઇ સામે પણ અમારી લડાઇ ચાલુ રહશે. સંકલન સમિતિ અત્યારે ક્યાં સુઇ ગઇ છે. એકનું આંદોલન તો અમને સરખું કરવાના દીધું અને બીજા બે બફાટ કરીને જતા રહ્યા તેમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો—– Pradyumansingh નો Video વાઇરલ, કહ્યું- અત્યારે કેબિનેટમાં કોઈ પ્યોર રાજપૂત નથી, 67/33 એવા મિનિસ્ટર છે..!

આ પણ વાંચો——- Yuvraj : આપની બુદ્ધિ કંટ્રોલમાં હોવી જોઇએ અને જબાન પર લગામ હોવી જોઇએ

આ પણ વાંચો—– Bhavnagar : વારંવાર અપમાનથી હવે મહા આંદોલનની જરુર