+

ચાલુ મતદાને પ્રયાગરાજમાં બોમ્બ વિસ્ફોટ; એકનું મોત

પ્રયાગ રાજમાં ચાલુ મતદાનમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. યુપી વિધાનસભા ચૂંટણીનું આજે પાંચમા તબક્કાનું મતદાન ચાલુ છે, ત્યારે આ પાંચમા તબક્કા દરમિયાન પ્રયાગરાજમાં એક ઘટના ઘટી છે. મળતાં  સમાચારો મુજબ પ્રયાગ રાજના મતદાન મથકથી 10 થી 15 મીટરના અંતરે બોમ્બ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના પગલે મતદાન મથક પર નાસભાગ મચી જવાં પામી છે. મળતી માહિતી મુજબ એક યુવક સાઈકલ પર બોમ્à
પ્રયાગ રાજમાં ચાલુ મતદાનમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. યુપી વિધાનસભા ચૂંટણીનું આજે પાંચમા તબક્કાનું મતદાન ચાલુ છે, ત્યારે આ પાંચમા તબક્કા દરમિયાન પ્રયાગરાજમાં એક ઘટના ઘટી છે. મળતાં  સમાચારો મુજબ પ્રયાગ રાજના મતદાન મથકથી 10 થી 15 મીટરના અંતરે બોમ્બ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના પગલે મતદાન મથક પર નાસભાગ મચી જવાં પામી છે. મળતી માહિતી મુજબ એક યુવક સાઈકલ પર બોમ્બ લઈને જઇ રહ્યો હતો. આ દરમિયાન સાઈકલ સાથે પડી જવાને કારણે બોમ્બ ફાટ્યો હતો. આ દરમિયાન તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા.
ઘટના બાદ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટનાની તપાસ હાથ ધરી છે. સાયકલ સવાર વ્યક્તિ કોણ હતો તથા બોમ્બ સાથે ક્યાં જઇ રહ્યો હતો તેની માહિતિ મેળવવાના પ્રયાસો શરુ કરાયા છે. ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલુ છે. જેમાં રવિવારે ઉત્તર પ્રદેશમાં પાચમાં તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે. આજે યુ.પીના 12 જિલ્લાની 61 બેઠક પર વોટિંગ થયું છે. આ તબક્કામાં યૂપીનાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ, કોંગ્રેસ નેતા આરાધના મિશ્રા, પલ્લવી પટેલ સહિત ઘણાં નેતાઓનું ભાવિ નિશ્ચિત થશે.
Whatsapp share
facebook twitter