Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, બે જવાન શહીદ , એક આતંકી ઠાર

11:49 AM Apr 26, 2023 | Vipul Pandya

દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં શનિવારે સવારથી સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અને આ અથડામણમાં ભારતના બે જવાન શહીદ થયા છે, જ્યારે એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. શોપિયાંમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
 આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે,કાશ્મીરના ઝૈનાપોરા વિસ્તારમાં આતંકવાદીઓની છુપાયા છે તે અંગેની બાતમી મળી હતી જેને લઇ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આતંકવાદીઓએ સેના પર ગોળીબાર કર્યો અને ભારતના 2 જવાનો શહિદ થયા જયારે જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.અથડામણમાં ભારતના 2 જવાનો શહિદ થયા છે તે, અંગે હાલમાં સેનાએ તેના નામનો ખુલાસો હજુ કરવામાં આવ્યો નથી જયારે શોપિયામાં હજુ પણ સેનાએ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે .
શુક્રવારે આતંકીઓએ પોલીસ પાર ગ્રેનેડ ફેંક્યો 
આ પહેલા શુક્રવારે શહેરના નૌહટ્ટા વિસ્તારના ખ્વાજા બજારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. રોડ પર ફેંકવામાં આવેલા ગ્રેનેડના વિસ્ફોટથી નજીકની ત્રણ દુકાનોના કાચ તૂટી ગયા હતા અને એક રિક્ષાને પણ નુકસાન થયું હતું. હુમલા પછી તરત જ, પોલીસ અને સુરક્ષા દળોએ હુમલાખોરોની શોધમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું, પરંતુ તેઓ મળ્યા નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખ્વાજા બજાર વિસ્તારમાં આતંકવાદીઓએ ત્યાં તૈનાત પોલીસ અને સીઆરપીએફના જવાનોને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો હતો. હુમલામાં ફરજ પરનો એક પોલીસકર્મી ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. પોલીસે હુમલાની એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.