Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Salman Khan : ફાયરીંગ કેસના આરોપીની આત્મહત્યા

04:41 PM May 01, 2024 | Vipul Pandya

Salman Khan : બોલિવૂડ અભિનેતા સલમાન ખાન (Salman Khan) ના ઘરની બહાર થોડા દિવસ પહેલા થયેલા ફાયરિંગના કેસમાં ઝડપાયેલા એક આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેને હોસ્પિટલમાં લઇ જવાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આરોપી પોલીસ કસ્ટડીમાં હતો, તેની સાથે અન્ય બે આરોપીઓ પણ હતા. જ્યારે આ કેસમાં પકડાયેલા ચોથા આરોપીને તબીબી આધાર પર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. મુંબઇ પોલીસના સૂત્રોના અનુસાર અનુજ થાપન મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં હતો. તેણે ટોયલેટમાં ચાદરના ટુકડા વડે ફાંસી બનાવીને આત્મહત્યા કરી લીધી હતી.

અનુજ થાપનની આત્મહત્યા

મુંબઈ પોલીસે બુધવારે માહિતી આપી હતી કે સલમાન ખાન ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા એક આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને જીટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ અનુજ થૈપન તરીકે થઈ છે. તેના પર શૂટરોને હથિયાર પૂરા પાડવાનો આરોપ હતો.

બે આરોપીને ન્યાયીક કસ્ટડીમાં હતા

થાપનને 25 એપ્રિલે પંજાબમાંથી અન્ય આરોપી સોનુ સુભાષ ચંદર (37) સાથે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. આ સિવાય 24 વર્ષના વિકી ગુપ્તા અને 21 વર્ષના સાગર પાલની પણ ધરપકડ કરવામાં આવી છે. થપન, વિકી અને સાગર પાલ મુંબઈ પોલીસની કસ્ટડીમાં હતા, જ્યારે સોનુ કુમાર અને ચંદર બિશ્નોઈને તબીબી આધાર પર ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

એક આરોપી પણ આ કેસમાં સરકારી સાક્ષી બનવા માંગતો હતો

સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારના સંબંધમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) આરોપોનો સામનો કરી રહેલા ચારમાંથી એક આરોપીએ આ કેસમાં સરકારી સાક્ષી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે પોલીસે આરોપીનું નામ જાહેર કર્યું નથી.

આરોપીનું નામ જાહેર કરાયું નથી

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ એજન્સી પહેલા ઉચ્ચ કક્ષાના અધિકારી સમક્ષ આરોપીની કબૂલાત રેકોર્ડ કરશે અને બાદમાં તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રેકોર્ડ કરવામાં આવશે. કબૂલાતનું નિવેદન પુરાવાનો એક ભાગ બનશે અને તેનો ઉપયોગ તેની તેમજ આરોપોનો સામનો કરી રહેલા અન્ય આરોપીઓ સામે કરવામાં આવશે તેથી આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.”

આ પણ વાંચો——- Salman Khan ના ઘરની બહાર ફાયરિંગ, પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી…

આ પણ વાંચો—– Salman Khan : બોલિવૂડ ભાઈજાનની ઘર બહાર ફાયરિંગ થતા તપાસનો ઘમઘમાટ, ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ પહોંચી

આ પણ વાંચો—- Salman Khan : તાપીમાં છુપાયું છે ફાયરિંગનું રહસ્ય…!