+

ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી

રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આગામી 28 અને 29 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં…

રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આગામી 28 અને 29 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

2થી 3 ડિગ્રી તાપમાન ઘરે તેવી સંભાવના

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઇ છે, જેના કારણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજથી રાજ્યના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના પણ જોવામાં આવી છે.

જાણો ક્યાં પડશે વરસાદ

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તથા મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ભરૂચમાં વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : ગરીબ પરિવારમાંથી આવતા દેવે ધોરણ 10માં 90 ટકા મેળવી શાળા અને સમાજનું ગૌરવ વધાર્યુ

Whatsapp share
facebook twitter