Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : વર્ષો બાદ જળયાત્રામાં મેઘરાજાએ કૃપા વરસાવી, આજે જગન્નાથજીની જળયાત્રા

08:29 AM Jun 04, 2023 | Viral Joshi

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિકળવાની છે જેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નિકળવાની છે. જળયાત્રા જેઠ સુદ પૂનમે નિકળે છે. જળયાત્રા જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન માટે વરઘોડારૂપે પહોંચશે. સાબરમતી નદીના સોમનાથ ભુદરના કિનારે ગંગા પૂજન કર્યા બાદ ત્યાંથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે.

ભગવાન 15 દિવસ મોસાળમાં રોકાશે

જે બાદ ષોડ્પશોચાર પૂજા વિધિ કરવામાં આવશે. આ જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યાર બાદ ભગવાનનાં ગજવેશનાં દર્શન થશે. આરતી બાદ ભગવાન જગન્નાથજીને મોસાળ મોકલવામાં આવશે. ભગવાન 15 દિવસ મામાના ઘરે રોકાવાના છે. જેને લઈને મોસાળ સરસપુરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

મેઘરાજા એ વર્ષો બાદ જળયાત્રામાં કૃપા વરસાવી

ઉલ્લખેનીય છે કે, આજે પરોઢિયે 6.30 કલાકે અમદાવાદમાં અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદના જમાલપુરમાં પણ વરસાદ છતાં આજે જળયાત્રાના દિવસે જગન્નાથજી મંદિરે ભક્તોનો ઘસારો જોવા મળ્યો. અખાડાના કરતબ સાથે જળયાત્રા નિકળશે ત્યારે વર્ષો બાદ જળયાત્રાના દિવસે મેઘરાજાએ કૃપા વરસાવી છે. વરસાદ છતાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો.

આ પણ વાંચો : અમદાવાદના વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.