+

ઓમપ્રકાશ રાજભરનો આરોપ, CM યોગી મારી હત્યા કરાવવા માગે છે

ઉત્તર પ્રદેશની ચૂંટણી દરમિયાન નેતાઓનાં આરોપ-પ્રત્યારોપ સામાન્ય થઇ ગયા છે. ત્યારે વળી તાજેતરમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીનાં અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે મંગળવારે (15 ફેબ્રુઆરી, 2022) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. અરવિંદ રાજભરનું નામાંકન દાખલ કરતી વખતે તેમના પર થયો હુમલો રાજભરે આક્ષેપ કર્યો હતà«

ઉત્તર પ્રદેશની ચૂંટણી દરમિયાન નેતાઓનાં આરોપ-પ્રત્યારોપ સામાન્ય થઇ ગયા છે. ત્યારે
વળી તાજેતરમાં
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે મંગળવારે (
15 ફેબ્રુઆરી, 2022) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.


અરવિંદ રાજભરનું નામાંકન
દાખલ કરતી વખતે તેમના પર થયો હુમલો

રાજભરે આક્ષેપ કર્યો હતો કે સોમવારે વારાણસીના શિવપુર મતવિસ્તારમાંથી પક્ષનાં ઉમેદવાર અરવિંદ રાજભરનું
નામાંકન દાખલ કરતી વખતે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યુ હતું
કે,
CM યોગી આદિત્યનાથ તેમને “મારવા” માગે છે. ANI એ કહ્યુ હતું કે,  યોગીજી મને મારવા માંગે
છે. ભાજપ અને યોગીનાં ગુંડાઓને ત્યાં કાળા કોટમાં મોકલવામાં આવ્યા હતા. સુહેલદેવ ભારતીય
સમાજ પાર્ટીનાં પ્રમુખે ભારતનાં ચૂંટણી પંચને તેમની અને અરવિંદ રાજભરને સુરક્ષા પ્રદાન
કરવાની માંગણી કરી હતી.


ચૂંટણી પંચને લખ્યો
પત્ર

રાજભરે કહ્યું કે, આ હુમલો ડીએમ અને વહીવટીતંત્રની મિલીભગતથી
થયો છે. ઓપી રાજભરે તેમની અને તેમના પુત્ર અરવિંદ રાજભરની સુરક્ષા વધારવાની માંગ કરી
છે. રાજભરે વારાણસીનાં પ્રશાસન પર
CM યોગીનાં ઈશારે કામ કરવાનો
આરોપ લગાવ્યો હતો. જો કે હવે પાર્ટીએ આ અંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. આ વારાણસી
કલેક્ટર કચેરીમાં બનેલી ઘટનાનું ક્રમિક વર્ણન આપવામાં આવ્યું છે. પક્ષનો આરોપ છે કે
આ ઘટનામાં વારાણસીનાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરની મૌન સંમતિ હતી. પાર્ટીએ
ચૂંટણી પંચને આ બંને અધિકારીઓને હટાવવા અને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવાની
માગ કરી છે.


ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં સાત તબક્કાની વિધાનસભા
ચૂંટણીનાં બીજા તબક્કામાં સોમવારે મતદાન થયું હતુ. જણાવી દઇએ કે,
10 માર્ચે મતગણતરી થવાની છે.

Whatsapp share
facebook twitter