- જમ્મુ-કાશ્મીરમાં આજથી ‘ઓમર સરકાર’
- સુરેન્દ્ર ચૌધરી બનશે નાયબ મુખ્યમંત્રી
- વિપક્ષની જોવા મળી તાકત
કલમ 370 હટાવ્યા બાદ ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) એ આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર (Chief Minister of the Union Territory of Jammu and Kashmir) ના મુખ્યમંત્રી તરીકે શપથ (Oath) લીધા. આ ઉપરાંત સુરેન્દ્ર ચૌધરીએ જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે ઓમર અને તેમના મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
ઓમર અબ્દુલ્લા બન્યા J&K ના નવા મુખ્યમંત્રી
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ રાજ્યમાં પ્રથમ વખત સરકારની રચના કરવામાં આવી છે. NCP પ્રમુખ ઓમર અબ્દુલ્લાએ બુધવારે (16 ઓક્ટોબર) જમ્મુ અને કાશ્મીરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ રીતે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા પ્રથમ વખત કેન્દ્રશાસિત પ્રદેશ અને બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા છે. આ શપથ ગ્રહણ સમારોહ સવારે 11.30 વાગ્યે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોજાયો હતો. આ અવસર પર INDIA ગઠબંધને તાકાતનું પ્રદર્શન કર્યું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, NCP ના શરદ જૂથમાંથી સુપ્રિયા સુલે, PDP પ્રમુખ મહેબૂબા મુફ્તી, CPI ના ડી રાજા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.
સુરિન્દર ચૌધરી નાયબ મુખ્યમંત્રી બન્યા
સુરેન્દ્ર ચૌધરીએ જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય સકીના ઇટ્ટુ અને જાવેદ રાણાએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. જણાવી દઈએ કે, લગભગ 10 વર્ષ બાદ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધન રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જીત્યું છે. રાજ્યમાં 90 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે 42 અને કોંગ્રેસ પાર્ટીએ 6 બેઠકો પર જીત મેળવી હતી. જણાવી દઇએ કે, સોમવારે જમ્મુ અને કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો હતો. ઓમર અબ્દુલ્લાની સાથે તેમના કેબિનેટ મંત્રીઓને પણ જમ્મુ અને કાશ્મીરના LG મનોજ સિન્હાએ શપથ લીધા હતા.
અબ્દુલ્લા કેબિનેટ મંત્રીઓ-
- સકીના ઇટુ- જમ્મુ-કાશ્મીરના ડીએચ પોરાથી ધારાસભ્ય, 4 વખત મંત્રી અને 4 વખત ધારાસભ્ય.
- સુરેન્દ્ર ચૌધરી- નૌશેરાથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યએ J-K બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને હરાવ્યા. ગત ચૂંટણીમાં તેઓ રવિન્દ્ર રૈના સામે હારી ગયા હતા.
- જાવેદ અહેમદ રાણા – પુંછ જિલ્લાના મેંધરથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય, ભાજપના ઉમેદવાર મુર્તઝા અહેમદ ખાનને હરાવ્યા.
- સતીશ શર્મા- જમ્મુની છમ્બ સીટથી અપક્ષ ધારાસભ્ય, ચૂંટણી પછી નેશનલ કોન્ફરન્સમાં જોડાયા.
- જાવેદ દાર- રફિયાબાદ બેઠક પરથી ધારાસભ્ય, 9 હજારથી વધુ મતોથી જીત્યા.
આ પણ વાંચો: બાંગ્લાદેશ ક્રિકેટના હેડ કોચ Chandika Hathurusingha સસ્પેન્ડ