Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Olympic Closing ceremony માં આ કલાકારો પ્રદર્શન કરી પેરિસને કરશે રોશન

08:09 PM Aug 11, 2024 |
  • Tom Cruise સમાપન સમારોહમાં બે સ્ટંટ કરશે

  • સમાપન સમારોહમાં Rapper Snoop Dog ની ખાસ પેશકશ

  • H.E.R. એ અમેરિકાનું રાષ્ટ્રીય ગીત માટે પ્રદર્શન કરશે

Olympic Closing ceremony: આજરોજ ફ્રાંસની રાજધાની પેરિસમાં Paris Olympics 2024 નો સમાપન સમારોહ (Closing Ceremony) નું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત આ Olympic Closing ceremony ને લઈ અનેક અટકળો સામે આવી રહી છે. કારણ કે… Olympic Closing ceremony માં અનેક કલાકારો પોતાના કલાના માધ્યમથી 11 ઓગસ્ટની રાત્રીને રોશન કરશે. જોકે Olympic opening ceremony માં જગવિખ્યાત કલાકારોએ પ્રદર્શન કર્યું હતું.

Tom Cruise સમાપન સમારોહમાં બે સ્ટંટ કરશે

ત્યારે આ વખતે Olympic Closing ceremony માં જે કલાકારો પ્રદર્શન કરવાના છે, તેને લઈ અમુક નામ સામે આવ્યા છે. તે ઉપરાંત Olympic Closing ceremony માં આશરે 80 હજાર દર્શકો જોડાવાના છે. પરંતુ આ Olympic Closing ceremony ને ચાર ચાંદ લગાવવા માટે વિશ્વ સ્તરે પ્રખ્યાત અભિનેતા Tom Cruise પણ એક સ્ટંટ કરશે. જોકે અગાઉ પણ Tom Cruise એ અનેક Olympic ના ભાગોમાં લઈ લીધો છે. ત્યારે ફરી એકવાર Tom Cruise પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: મનીઝા તલાશે ઓલિમ્પિકમાં કર્યું કંઈક એવું, ઇવેન્ટમાંથી કરાઈ Disqualify

સમાપન સમારોહમાં Rapper Snoop Dog ની ખાસ પેશકશ

તો Olympic Closing ceremony માં એકેડમી પુરસ્કાર વિજેતા ગાયક બિલી આયલિશ દર્શકો માટે ખાસ કાર્યક્રમને લઈ આવી રહી છે. જોકે બિલી આયલિશને એટલા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે કે, કારણ કે… 2028 માં એલએમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. તો બિલી આયલિશે એલએની જમીનથી ખાસ સંબંધ ધરાવે છે. Rapper Snoop Dog પણ ઓલિમ્પિક સમાપન સમારોહમાં એક ખાસ પેશકશ લઈને દર્શકો માટે આવશે. જોકે Rapper Snoop Dog એ ઓલિમ્પિકની શરૂઆતમાં ઓલિમ્પિક ટોર્ચ પણ ફેરવી હતી.

H.E.R. એ અમેરિકાનું રાષ્ટ્રીય ગીત માટે પ્રદર્શન કરશે

તો બીજ તરફ Olympic Closing ceremony માં H.E.R. એ અમેરિકાનું રાષ્ટ્રીય ગીત માટે પ્રદર્શન કરશે. અને Olympic Closing ceremony ની ખાસ વાત એ છે કે, અભિનેતા Tom Cruise એ એક નહીં, પરંતુ બે રોમાંચક સ્ટંટ કરતા જોવા મળશે. સૌ પ્રથમ અભિનેતા Tom Cruise રૈપેલિંગ કરશે, અને ત્યારબાદ વિમાનમાંથી કૂદીને સ્કાઈડાઈવિંગ કરશે.

આ પણ વાંચો: એક સપ્તાહમાં Bronze Medal નો ઉતર્યો રંગ, American athlete એ કર્યો દાવો